By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    55 minutes ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    1 day ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    2 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    2 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    3 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: વાહનોમાં લખાતા જાતિગત લખાણો પર સરકારની બ્રેક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગરગુજરાત

વાહનોમાં લખાતા જાતિગત લખાણો પર સરકારની બ્રેક

Editor
Last updated: 2026/11/20 at 3:35 PM
5 minutes ago
Share
વાહનોમાં લખાતા જાતિગત લખાણો પર સરકારની બ્રેક
SHARE

જ્ઞાતિ દર્શાવી થતા પ્રદર્શનોને લગામ લાગશે

વાહનોમાં લખાતા જાતિગત લખાણો પર સરકારની બ્રેક

નંબર પ્લેટ, કાચ કે બોડી પર જાતિ દર્શાવતા શબ્દો, અટક, સંકેતો કે ચિહ્નો લખાવી શકાશે નહી : મોટર વાહન નિયમોમાં ફેરફાર : ગાઇડલાઇનનો ભંગ કરનાર પર થશે કડક કાર્યવાહી

 

અગ્ર ગુજરાત, ગાંધીનગર

રાજ્યના રસ્તાઓ પર દોડતા ખાનગી વાહનોની નંબર પ્લેટ, કાચ કે બોડી પર જાતિ દર્શાવતા શબ્દો, અટક, સંકેતો કે ચિહ્નો લખીને પોતાની જાતિગત ઓળખનું પ્રદર્શન કરવાની પ્રવૃત્તિ પર લગામ લગાવવા માટે ગુજરાત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે.

હવેથી રાજ્યમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર (કાર), બસ કે ટ્રક સહિત કોઈપણ પ્રકારના ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો, જાતિ દર્શાવતા સંકેતો, ખાસ આકૃતિઓ કે લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં. આ નિયમને કાયદાકીય સ્વરૂપ આપવા માટે ગુજરાત સરકારે ‘ગુજરાત મોટર વાહન નિયમો, 1989’ માં મહત્વપૂર્ણ સુધારો કરીને સ્પષ્ટ જોગવાઈઓ અમલી બનાવી છે.

રાજ્ય સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગત 17 નવેમ્બર, 2026ના રોજ સત્તાવાર રીતે ‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026’ જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી વાહનો પર મોટા અક્ષરોમાં જાતિના નામ લખવાનું કે ચોક્કસ પ્રતીકો લગાવવાનું ચલણ વધ્યું હતું, જે ઘણીવાર જાહેર રસ્તાઓ પર સામાજિક તણાવ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અસર કરતું હતું. આ બાબતને ગંભીરતાથી લઈને સરકારે મોટર વાહન નિયમોમાં જ સીધો ફેરફાર કરીને આ પ્રવૃત્તિને ગેરકાયદેસર ઠેરવી છે.

આ નિર્ણયનું સૌથી મોટું અને વિશેષ મહત્વ એ છે કે અત્યાર સુધી વાહનો પર જાતિ આધારિત ઓળખ દર્શાવતા શબ્દો અને ચિહ્નો સામે કાર્યવાહી કરતી વખતે નિયમોમાં સ્પષ્ટતાનો અભાવ વર્તાતો હતો. હવે મોટર વાહન નિયમોમાં જ આ અંગે સીધી અને સ્પષ્ટ જોગવાઈ ઉમેરાઈ હોવાથી ટ્રાફિક પોલીસ અને આરટીઓ (RTO) વિભાગ માટે નિયમન કરવું વધુ સરળ અને પારદર્શી બનશે. વાહનચાલકોને પણ હવે સ્પષ્ટ ખ્યાલ રહેશે કે વાહન પર શું પ્રદર્શિત કરી શકાય અને શું નહીં. જોકે, વહીવટી કે જાહેર હિતની જરૂરિયાત મુજબ રાજ્ય સરકાર સામાન્ય અથવા વિશેષ હુકમથી જરૂરી અપવાદોને મંજૂરી આપવાની સત્તા પોતાની પાસે અનામત રાખી છે.

આ કાયદાકીય પ્રક્રિયા સંપૂર્ણપણે લોકશાહી ઢબે પૂર્ણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ સુધારાના મુસદ્દા નિયમો (ડ્રાફ્ટ રૂલ્સ) અગાઉ 11 જૂન, 2026ના રોજ ગુજરાત સરકારના અસાધારણ રાજપત્ર (ગેઝેટ) માં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. તે સમયે સરકાર દ્વારા અસરગ્રસ્ત નાગરિકો અને જાહેર જનતા પાસેથી 30 દિવસની સમયમર્યાદામાં વાંધા કે સૂચનો મંગાવવામાં આવ્યા હતા.

નિર્ધારિત 30 દિવસના સમયગાળા દરમિયાન સરકારને આ મુસદ્દા નિયમો સામે કોઈ વાંધો કે સૂચન પ્રાપ્ત ન થતાં, સરકારે હવે અંતિમ નિયમોને મંજૂરી આપીને સત્તાવાર રીતે જાહેર કરી દીધા છે. આ નિર્ણયથી રાજ્યમાં ટ્રાફિક શિસ્ત વધવાની સાથે જાહેર સ્થળોએ સમાનતા અને સૌહાર્દનું વાતાવરણ વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે.

નિયમ 125 અને નિયમ 138માં કરાયેલા મુખ્ય સુધારા

  • નિયમ 125માં સુધારો: નિયમ 125ના પેટાનિયમ (1)માં અગાઉ ‘No advertising device, figure’ (કોઈ જાહેરાતનું ઉપકરણ કે આકૃતિ નહીં) એવા શબ્દો હતા. હવે તેની જગ્યાએ ‘No advertising device, caste signage, figure’ શબ્દો ઉમેરવામાં આવ્યા છે. એટલે કે, વાહનો પર જાહેરાતના ઉપકરણો અને આકૃતિઓ લગાવવા પરના પ્રતિબંધની જોગવાઈમાં હવે ‘જાતિ દર્શાવતા સંકેતો’ (Caste Signage) નો પણ સ્પષ્ટ સમાવેશ કરી દેવામાં આવ્યો છે.
  • નિયમ 138માં નવો પેટાનિયમ (3) ઉમેરાયો: આ ઉપરાંત, નિયમ 138માં પેટાનિયમ (2) પછી એક નવો પેટાનિયમ (3) ઉમેરવામાં આવ્યો છે. આ નવી જોગવાઈ અનુસાર, રાજ્ય સરકાર દ્વારા સામાન્ય અથવા વિશેષ હુકમથી મંજૂરી આપવામાં આવી હોય તેવા અપવાદરૂપ કિસ્સાઓ સિવાય, કોઈપણ ખાનગી વાહન પર જાહેરાતનું ઉપકરણ, જાતિ દર્શાવતું ચિહ્ન, આકૃતિ કે અન્ય કોઈપણ પ્રકારનું બિનજરૂરી લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં.

 

You Might Also Like

 મનપાના જનરલ બોર્ડ પૂર્વે અને અંદર ‘જંગલેશ્વર’ મુદ્દે મહાસંગ્રામ

નવી સિઝનનો પ્રારંભ! રાજકોટ માર્કેટ યાર્ડમાં દોઢ લાખ મણ મગફળી ઠલવાઇ

 ફૂડ વિભાગની લાલ આંખ : ૬૨ પેઢીઓમાં તપાસ, ૩૮ કિલો અખાદ્ય જથ્થાનો નાશ  

 નવેમ્બરમાં નરમ રહેલી ઠંડી જાન્યુઆરીમાં ભૂક્કા કાઢશે

વિજળીના ઓવરહેડ નેટવર્કને અંડરગ્રાઉન્ડ કરવાના પ્રોજેકટનો દક્ષિણ તરફથી પ્રારંભ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કપાસના ખેતરોમાં ગાંજાની લીલીછમ ખેતી ; વિંછીયામાં નશાના નેટવર્કનો વધુ એક પર્દાફાશ
ગુજરાતરાજકોટ

કપાસના ખેતરોમાં ગાંજાની લીલીછમ ખેતી ; વિંછીયામાં નશાના નેટવર્કનો વધુ એક પર્દાફાશ

Editor By Editor 1 day ago
મવડી પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસમેનના ભત્રીજાનો ગળેફાંસો ખાઈ આપઘાત
ઇન્સ્ટાગ્રામની એક લિંકે યુવાનનું બેંક એકાઉન્ટ ખાલી કર્યું
કેશવાળામાં રવિવારે વરિયાવંશ પ્રજાપતિ સુરાણી પરિવારના કુળદેવીના સાનિધ્યમાં ભવ્ય યજ્ઞ
 BBC, CNN, 200M સહિત ૧૭૮ વેબસાઇટમાં સાઇબર હૂમલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?