કેશવાળામાં રવિવારે વરિયાવંશ પ્રજાપતિ સુરાણી પરિવારના કુળદેવીના સાનિધ્યમાં ભવ્ય યજ્ઞ
કુળદેવીના સ્થાનકે ધાર્મિક મહોત્સવનું આયોજન; સમસ્ત સુરાણી પરિવારને સહપરિવાર ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રી વરિયા વંશ પ્રજાપતિ સમાજના સુરાણી પરિવારના કુળદેવી આઈ શ્રી ખોડીયાર માતાજી તથા સુરાપુરા દાદા જીણાબાપાની અસીમ કૃપાથી કેશવાળા મુકામે આવેલા કુળદેવીના પવિત્ર સ્થાનકે આગામી તા. ૨૨ નવેમ્બર, રવિવારના રોજ ભવ્ય યજ્ઞનું ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે.
સંવત ૨૦૮૩, કારતક વદ તેરસના પવિત્ર અવસરે યોજાનારા આ યજ્ઞમાં સમસ્ત સુરાણી પરિવારના કુટુંબજનોને સહપરિવાર ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કુળદેવીના આશીર્વાદ પ્રાપ્ત કરવા અને પરિવારના સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા કલ્યાણની ભાવના સાથે યોજાનારા આ ધાર્મિક પ્રસંગમાં પરિવારના તમામ સભ્યોની સહભાગિતા રહે તેવો આયોજકોનો ઉદ્દેશ છે.
યજ્ઞવિધિનો પ્રારંભ સવારે ૭:૩૦ કલાકે થશે. ત્યારબાદ બપોરે ૧૧:૩૦ કલાકે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે બપોરે ૧:૩૦ કલાકે બિડુ હોમવાની વિધિ યોજાશે. યજ્ઞમાં સાતક બેસનાર દંપતીએ પોતાની સાથે ગણેશજીની મૂર્તિ, પહેરવા માટેનું ધોતિયું તથા છેડા માટે ખેસ અને ચુંદડી સાથે લાવવાનાં રહેશે. આ ઉપરાંત પરિવારના તમામ ભાઈઓએ પોતાની બહેન-દીકરીઓને પણ યજ્ઞપ્રસંગે ઉપસ્થિત રહેવા વ્યક્તિગત રીતે આમંત્રણ આપવાની જવાબદારી નિભાવવાની રહેશે. આ પવિત્ર ધાર્મિક પ્રસંગે સમસ્ત સુરાણી પરિવાર એકત્રિત થઈ કુળદેવીના આશીર્વાદ પ્રાપ્ત કરે અને યજ્ઞમાં સહભાગી બની ધર્મલાભ લે તેવી ટ્રસ્ટી મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે.
વધુ માહિતી માટે ભુપેનભાઈ સુરાણી – ૯૮૯૮૦ ૨૪૮૦૭, અતુલભાઈ સુરાણી – ૯૮૨૫૨ ૬૮૨૬૩, હસમુખભાઈ સુરાણી – ૯૪૨૬૪ ૨૨૮૩૩, અરવિંદભાઈ સુરાણી – ૯૮૨૪૮ ૨૪૪૨૪, અશોક વાલજીભાઈ – ૯૯૧૩૩ ૨૪૧૦૫, અશોકભાઈ સુરાણી – ૯૯૨૫૦ ૬૭૬૦૯ નો સંપર્ક કરવાનો રહેશે.


