By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    3 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    4 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    5 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    5 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: ત્રંબાના મોહનધામ આશ્રમમાં આજથી નવ દિવસીય ભવ્ય રામકથાનો પ્રારંભ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

ત્રંબાના મોહનધામ આશ્રમમાં આજથી નવ દિવસીય ભવ્ય રામકથાનો પ્રારંભ

Editor
Last updated: 2026/11/23 at 2:13 PM
2 hours ago
Share
ત્રંબાના મોહનધામ આશ્રમમાં આજથી નવ દિવસીય ભવ્ય રામકથાનો પ્રારંભ
SHARE

ત્રંબાના મોહનધામ આશ્રમમાં આજથી નવ દિવસીય ભવ્ય રામકથાનો પ્રારંભ

સંત બજરંગદાસ બાપાના જીવનપ્રસંગોનું વર્ણન થશે; શોભાયાત્રા, પોથીયાત્રા સાથે કથાનો પ્રારંભ, રાત્રે ભજન-ધૂનના કાર્યક્રમોનું પણ આયોજન

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટની ભાગોળે આવેલા ત્રંબા ગામના પવિત્ર મોહનધામ આશ્રમ ખાતે આજ તા. 23 નવેમ્બરથી નવ દિવસીય ભવ્ય અને દિવ્ય રામકથાનો પ્રારંભ થઈ રહ્યો છે. રૂપાવટીના પરમ પૂજ્ય સંત શ્રી શામળાબાપાના આશ્રમના વર્તમાન ગાદીપતિ પરમ પૂજ્ય મોહનદાસ બાપાના સાનિધ્ય અને માર્ગદર્શન હેઠળ યોજાનારી આ રામકથામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સેવકો જોડાશે.
આ રામકથામાં પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાના જીવનના પ્રેરણાદાયી પ્રસંગોનું વિશેષ વર્ણન કરવામાં આવશે. ગારીયાધારના વિદ્વાન શાસ્ત્રી શ્રી હિરેનભાઈ જોશી વ્યાસપીઠ પરથી રામચરિતમાનસ કથાનું રસપાન કરાવશે. આજ સોમવારે સવારે 9 વાગ્યે ભવ્ય શોભાયાત્રા અને પોથીયાત્રા સાથે કથાનો મંગલ પ્રારંભ થશે.
કથાનું આયોજન દરરોજ સવારે 9થી બપોરે 12 અને બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધી એમ બે સત્રમાં કરવામાં આવ્યું છે. કથાના નવ દિવસ દરમિયાન રાજકોટથી ત્રંબા જતી તમામ સિટી બસ મોહનધામ આશ્રમ સુધી જશે, જ્યારે ત્રંબાથી રાજકોટ આવતી બસો પણ આશ્રમ ખાતેથી ઉપડશે. સિટી બસ સંચાલકો દ્વારા આ અંગે સહકાર આપવામાં આવ્યો છે, જેથી શ્રદ્ધાળુઓને અવરજવરમાં સરળતા રહેશે.
રામકથામાં આવતા હજારો શ્રોતાઓ અને સેવકો માટે બંને સમય ભોજન પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે 11:30 વાગ્યે અને સાંજે 7:30 વાગ્યે હરિહર ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે. કથાના નવ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગોની ભવ્ય ઉજવણી પણ કરવામાં આવશે.
રામકથા દરમિયાન દરરોજ રાત્રે 9થી 12 વાગ્યા સુધી ધૂન અને ભજનના કાર્યક્રમો યોજાશે. જેમાં ત્રંબા અને અણીયારા ગામનાં ધૂન મંડળો ઉપરાંત જાણીતા ભજનિક નિરંજન પંડ્યા, જનક વેગડ, વિશાલ વરૂ, કિરણબેન પ્રજાપતિ, ક્રિષ્નાબા અને પ્રભાબેનનું મહિલા મંડળ તેમજ લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીરના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત આશ્રમના ગુરુમંદિરમાં દરરોજ ધ્વજારોહણના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. આશ્રમના સંચાલકો દ્વારા રાજકોટ સહિત આસપાસના વિસ્તારના તમામ ધર્મપ્રેમી નાગરિકોને રામકથા, ભજન-ધૂન અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ પ્રસંગે આમંત્રણ આપવા વિજયભાઈ ગોરસીયા, ભાવેશભાઈ માધાણી અને દીપકભાઈ તલાટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આશ્રમના શ્રી જગદીશભાઈએ પણ તમામ શ્રદ્ધાળુઓને કથાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

રાત્રે સંતવાણી, ભજન અને રાસ-ગરબાની રમઝટ : નવ દિવસ કલાકારો ભક્તિરસમાં તરબોળ કરશે

મોહનધામ આશ્રમ ખાતે રામકથા દરમિયાન દરરોજ રાત્રે 9:30થી 12:30 વાગ્યા સુધી ભવ્ય સંતવાણી, ભજન, રામધૂન અને રાસ-ગરબાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમોની દિવસવાર વિગતો આ મુજબ છે.

– તા. 23 નવેમ્બર, સોમવાર: ત્રંબા ગ્રુપના મિલનભાઈ તથા હરિભાઈ અને અણિયારા ગ્રુપ દ્વારા રામધૂન અને ભજન.
– તા. 24 નવેમ્બર, મંગળવાર: જાણીતા ભજનિક નિરંજન પંડ્યા દ્વારા ભવ્ય સંતવાણી.
– તા. 25 નવેમ્બર, બુધવાર: જનકભાઈ વેગડ દ્વારા ભવ્ય સંતવાણી.
– તા. 26 નવેમ્બર, ગુરુવાર: ક્રિષ્નાબા તથા પ્રભાબેન દ્વારા રામધૂન.
– તા. 27 નવેમ્બર, શુક્રવાર: બિપિનભાઈ શઠિયા દ્વારા ભજનસંધ્યા.
– તા. 28 નવેમ્બર, શનિવાર: કિરણબેન પ્રજાપતિ તથા વિશાલભાઈ વરૂ દ્વારા રાસ-ગરબા અને ભજન.
– તા. 29 નવેમ્બર, રવિવાર: મોરારી દાણીધારીયા તથા નંદલાલ દાણીધારીયા દ્વારા ભવ્ય સંતવાણી.
– તા. 30 નવેમ્બર, સોમવાર: લોકસાહિત્યકાર માયાભાઈ આહીરનો વિશેષ કાર્યક્રમ.
– તા. 1 ડિસેમ્બર, મંગળવાર: માલવિયા વાડી ગરબીની બાળાઓ દ્વારા રાસની રમઝટ.

You Might Also Like

 ગુજરાત ધગધગશે, ACનો વપરાશ રેકોર્ડ તોડશે

તમામ બેઠકોમાં સ્નેહમિલન, ફરી ડેમેજ કંટ્રોલ કરવાની ભાજપની કવાયત

શિયાળો જામ્યા પહેલા જ ઠંડીનું જોર ઘટવાની આગાહી

 પરિક્રમા અંતિમ ચરણમાં, લાખો ભકતો હજુ જંગલમાં

મચ્છરનો ડંખ! ડેંગ્યુના પાંચ દર્દીઓ સારવારમાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પત્ની સાથે ઝઘડા બાદ લાગી આવતા યુવકે ઝેરી પ્રવાહી પી જીવન ટૂંકાવ્યું
ગુજરાતરાજકોટ

પત્ની સાથે ઝઘડા બાદ લાગી આવતા યુવકે ઝેરી પ્રવાહી પી જીવન ટૂંકાવ્યું

Editor By Editor 5 days ago
 રાજકોટ સહિત છ શહેરોમાં પ્રદુષણથી થતી બિમારીના વિમા કવચમાં 3.૭ ગણો વધારો
ખંઢેરી સ્ટેડિયમ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી શિક્ષકનું કરુણ મોત
 સોનામાં રૂ.૨3૨૦, ચાંદીના ભાવમાં રૂ.૭૧૧૫નું ગાબડું
 ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?