મચ્છરનો ડંખ! ડેંગ્યુના પાંચ દર્દીઓ સારવારમાં
વાયરલ ઇન્ફેકશનની અસરથી ઝાડા-ઉલ્ટી, ટાઇફોઇડ સહિતના ૧૮૪૪ દર્દી મનપાના ચોપડે નોંધાયા : 3૫૦ આસામીઓને નોટીસ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે અને તેની અસર સ્વાસ્થય પર પડી રહી છે. દિવાળી બાદ પાણી અને મચ્છરજન્ય રોગચાળો બેકાબુ થતા ડેંગ્યુના પાંચ દર્દી અને ટાઇફોઇડ તાવનો એક દર્દી સામે આવ્યો છે. જયારે વાયરલ ઇન્ફેકશને પણ જોર પકડયું છે. શરદી-ઉધરસના ૮૭૪, સામાન્ય તાવના ૭૬૦ અને ઝાડા ઉલ્ટીના ૨૦૪ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે.
રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૧૬/૧૧/૨૦૨૬ થી તા.૨૨/૧૧/૨૦૨૬ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ફિલ્ડવર્કર, અર્બન આશા અને MPHW દ્વારા ૧,૦૬,૬૯૫ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા ૧૦૦૯ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
ડેન્યુવર રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪૦૧ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂ.લ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં ૨૮૯ અને કોર્મશીયલ ૭૩ આસામીને નોટીસ આ૫વામાં આવેલ છે.


