By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
     શ્રી કૃષ્ણ શરણં મમ-એ સ્વસ્તિક છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
     કોઇ બૃધ્ધપુરૂષ પોતાના આશ્રિતનું હિત નહી…પરમહિત કરે છે : મોરારિબાપુ
    5 days ago
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
     રાજકોટમાં તા.૯ થી ૧૭ જાન્યુઆરી રેસકોર્ષ મેદાન ખાતે મોરારિબાપુની રામકથા
    6 days ago
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
     ધર્મના નામે કપટ એ જ ધર્મની ગ્લાનિ છે : મોરારિબાપુ
    6 days ago
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
     ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી સાધુની રક્ષા કરે છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    11 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    11 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    11 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    11 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    11 months ago
  • EpaperEpaperEpaper
Reading: નંબર પ્લેટ વગર પેટ્રોલ લેવા પહોંચ્યા ને પોલીસના સકંજામાં સપડાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

નંબર પ્લેટ વગર પેટ્રોલ લેવા પહોંચ્યા ને પોલીસના સકંજામાં સપડાયા

Editor
Last updated: 2026/11/24 at 2:40 PM
2 hours ago
Share
નંબર પ્લેટ વગર પેટ્રોલ લેવા પહોંચ્યા ને પોલીસના સકંજામાં સપડાયા
SHARE

નંબર પ્લેટ વગર પેટ્રોલ લેવા પહોંચ્યા ને પોલીસના સકંજામાં સપડાયા

રાજકોટમાં નો નંબર પ્લેટ, નો ફ્યુઅલ, અભિયાન ફરી એક્શનમાં : 4 ફિલરમેન, 4 વાહનચાલક અને એક પેટ્રોલપંપ સંચાલક સામે પોલીસ ફરિયાદ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટમાં નંબર પ્લેટ વગરનાં વાહનોને પેટ્રોલ નહીં આપવાના પોલીસ કમિશનરના જાહેરનામાનો અમલ ફરી એક વખત કડક બનાવવામાં આવ્યો છે. અત્યાર સુધી માત્ર જાહેરનામું પ્રસિદ્ધ કરીને અટકી ગયેલી કાર્યવાહી હવે મેદાનમાં ઉતરી છે. શહેરના વિવિધ પેટ્રોલપંપ પર પોલીસ દ્વારા રેન્ડમ ચેકિંગ કરવાની સાથે સીસીટીવી ફૂટેજની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન નંબર પ્લેટ વગરનાં વાહનોમાં પેટ્રોલ ભરનારા ચાર ફિલરમેન, ચાર વાહનચાલકો અને એક પેટ્રોલપંપ સંચાલક મળી કુલ નવ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
ગાંધીગ્રામ પોલીસની કાર્યવાહી દરમિયાન શીતલ પાર્ક ચોક પાસે આવેલા ન્યારાના પેટ્રોલપંપ પર નંબર પ્લેટ વગર બાઈક લઈને પહોંચેલા મોરબીના નિશિત મહેતાએ રૂ.100નું પેટ્રોલ ભરાવ્યું હતું. પેટ્રોલપંપના ફિલરમેન અલ્તાફ શેખ સિપાઈએ નંબર પ્લેટ ન હોવા છતાં પેટ્રોલ આપી દીધું હતું. આથી ફિલરમેન સામે BNS કલમ 223 હેઠળ અને વાહનચાલક સામે મોટર વ્હીકલ એક્ટની કલમ 207 મુજબ ગુનો નોંધાયો હતો.
બીજી તરફ યુનિવર્સિટી પોલીસને કાલાવડ રોડ પર આત્મીય કોલેજ સામે આવેલા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંપ પર પણ જાહેરનામાનો ભંગ થતો જોવા મળ્યો હતો. અહીં પાછળની નંબર પ્લેટ વગરનું એક્સેસ વાહન લઈને આવેલા ઉદય ગોસ્વામીએ રૂ.100નું પેટ્રોલ ભરાવ્યું હતું. ફિલરમેન નરેશભાઈ શીલુએ પેટ્રોલ આપતાં બંને સામે BNS કલમ 223 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
આજીડેમ પોલીસ દ્વારા ભાવનગર રોડ પર આજીડેમ ચોક નજીક આવેલા એચ.પી. પેટ્રોલપંપ પર નંબર પ્લેટ વગર બાઈકમાં પેટ્રોલ ભરનાર ફિલરમેન ભરતપ્રસાદ મિશ્રા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જ્યારે કોઠારિયા રિંગરોડ પર સ્વાતિ પાર્ક મેઈન રોડ પાસે આવેલા કૃષ્ણરાજ પેટ્રોલિયમ ખાતે પાછળની નંબર પ્લેટ વગર બાઈકમાં પેટ્રોલ ભરવામાં આવ્યું હતું. આ મામલે ફિલરમેન બિપીનભાઈ બોરીસાગર અને વાહનચાલક વિપુલ સોરઠિયા સામે ગુનો નોંધાયો હતો.
માલવિયાનગર પોલીસ દ્વારા નાના મવા ચોક પાસે આવેલા એચ.પી. પેટ્રોલપંપ પર કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં નંબર પ્લેટ વગર બાઈકમાં પેટ્રોલ ભરવામાં આવતાં પેટ્રોલપંપના સંચાલક વિવેક ચૌધરી અને વાહનચાલક કાનો સાઢમિયા સામે BNS કલમ 223 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરનાં વાહનોને ઇંધણ નહીં આપવાની નીતિ અંતર્ગત વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ પેટ્રોલપંપ સંચાલકો અને કર્મચારીઓએ નંબર પ્લેટ વગરનાં વાહનોને પેટ્રોલ-ડીઝલ આપવાનું ટાળવાનું છે. તેમ છતાં નિયમનો ભંગ કરનાર સામે હવે પોલીસ સીધી ફરિયાદ નોંધાવી રહી છે. ખાસ કરીને રેન્ડમ ચેકિંગ ઉપરાંત પેટ્રોલપંપના સીસીટીવી ફૂટેજનું બેકચેકિંગ કરીને પણ જવાબદારોને શોધવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેવાના સંકેત છે.

You Might Also Like

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધૂળેટી અને ચેટીચાંદની રજામાં ફેરફાર

 PGVCLનો ૬૨ લાખ ગ્રાહકોને ભાવ વધારાનો ઝટકો

 સિટી બસમાં CNG અને EVમાં કંડકટર ભરતીમાં અલગ-અલગ લાયકાતથી વિવાદ

જિલ્લા પંચાયતના બનતા નવા બિલ્ડીંગના બાંધકામમાં ભ્રષ્ટાચાર

ગુજરાત પોલીસમાં હવે 3૦૦૦ નહી સીધી, ૧૨,૯૯3 જગ્યા પર ભરતી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પરિક્રમાનો અંતિમ દિવસ, ઇંટાવા ગેટ બંધ કરાયો
ગુજરાતજૂનાગઢ

પરિક્રમાનો અંતિમ દિવસ, ઇંટાવા ગેટ બંધ કરાયો

Editor By Editor 1 hour ago
 જૈન દીક્ષા લેનાર બે મુમુક્ષુ વિદ્યાર્થિનીઓનું મુંબઈની સોમૈયા યુનિવર્સિટીમાં સન્માન
 ગાર્ડી વિદ્યાપીઠની ગૌરવપૂર્ણ શૈક્ષણિક સિદ્ધિ : એલ.આર.શાહ હોમિયોપેથી કોલેજની GJHSR જર્નલને મળ્યો પ્રતિષ્ઠિત ISSN નંબર
 ગૌતમચંદ્રજી સ્વામીના ૬૫મા જન્મદિન નિમિત્તે ‘માનસ સવાલનું સ્વામિ વાત્સલ્ય’ સંપન્ન
 રાજકોટ સહિત છ શહેરોમાં પ્રદુષણથી થતી બિમારીના વિમા કવચમાં 3.૭ ગણો વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?