રાજકોટ PDU સિવિલ હોસ્પિટલની આરોગ્ય સેવાઓ અને PM-JAY યોજનાના અમલીકરણને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ
રાજ્યકક્ષાના સન્માન સમારોહ અને દ્વિપક્ષીય લર્નિંગ વર્કશોપમાં સરકારી હોસ્પિટલોની કામગીરી, અનુભવો અને ગુણવત્તાસભર સેવાઓ પર ભાર મૂકાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY – મા યોજના) તથા આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) અંતર્ગત સરકારી આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ, પારદર્શક અને ગુણવત્તાસભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ જ હેતુ સાથે તા. 20 નવેમ્બર, 2026ના રોજ ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના સન્માન સમારોહ અને દ્વિપક્ષીય લર્નિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ PM-JAY અને ABDM અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર સરકારી હોસ્પિટલોની કામગીરીને બિરદાવવાનો, આરોગ્ય સેવાઓમાં ગુણવત્તા જાળવવા પ્રોત્સાહિત કરવાનો તેમજ વિવિધ હોસ્પિટલો વચ્ચે અનુભવ અને જ્ઞાનનું આદાનપ્રદાન વધારવાનો છે. સાથે જ યોજનાના અમલીકરણમાં અપેક્ષા મુજબ કામગીરી ન કરી શકતી હોસ્પિટલોને શ્રેષ્ઠ કામગીરી કરતી સંસ્થાઓના અનુભવો અને કાર્યપદ્ધતિઓમાંથી શીખવાની તક પૂરી પાડવામાં આવશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના દર્દીઓ માટે મહત્વપૂર્ણ આરોગ્ય સંસ્થા ગણાતી રાજકોટની પંડિત દિનદયાળ ઉપાધ્યાય (PDU) સિવિલ હોસ્પિટલ વિવિધ વિશેષતાઓ હેઠળ આરોગ્ય સેવાઓ, સારવાર, માર્ગદર્શન અને દર્દીઓને સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે સતત કાર્યરત છે. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને માત્ર તબીબી સારવાર જ નહીં, પરંતુ જરૂરી માર્ગદર્શન, સહાય અને સંવેદનશીલ અભિગમ સાથે સેવા મળી રહે તે માટે વિવિધ વિભાગો સંકલિત રીતે કામગીરી કરે છે.
હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. કમલસિંહ ડોડીયા અને ડીન ડો. પંકજ બુચના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલની તબીબી તથા વહીવટી ટીમ સેવાઓના સુચારુ સંચાલન અને દર્દીઓને ગુણવત્તાસભર સારવાર મળી રહે તે માટે કાર્યરત છે. નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ નીરવ દુધરેજીયા અને પ્રકાશ પ્રજાપતિ તથા સમગ્ર નર્સિંગ ટીમ દર્દીઓની સંભાળ અને હોસ્પિટલની દૈનિક સેવાઓમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓ અને તબીબી ટીમ પણ પોતાની વિશેષતા મુજબ દર્દીઓને સારવાર અને સેવા પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેમાં મેડિસિન વિભાગના વડા ડો. રાહુલ ગંભીર, સર્જરી વિભાગના વડા ડો. જતીન ભટ્ટ, હાડકાં વિભાગના વડા ડો. શૈલેષ રામાવત, ગાયનેક વિભાગના વડા ડો. કવિતા દુધરેજીયા, પીડિયાટ્રિક વિભાગના વડા ડો. આરતી મકવાણા, કાન-નાક-ગળા વિભાગના વડા ડો. સેજલ મિસ્ત્રી, રેડિયોલોજી વિભાગના વડા ડો. અંજના ત્રિવેદી, ચામડી વિભાગના વડા ડો. ભારતી પટેલ, માનસિક વિભાગના વડા ડો. કલ્પેશ ચંદ્રાણી, દાંત વિભાગના મલય પ્રજાપતિ, પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડો. મોનાલી માંકડિયા, ન્યુરોસર્જરી વિભાગના વડા ડો.અંકુર પાંચાણી, યુરોસર્જન ડો. કેતન પંડ્યા અને પેથોલોજી વિભાગના વડા ડો.ગૌરવી ધ્રુવ સહિત માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડો. ઘનશ્યામ કાવઠિયા, બાયોકેમેસ્ટ્રી વિભાગના વડા ડો.ચંદ્રકાંત અને ડો. ઘનશ્યામ બોરીસાગર આંખ વિભાગના વડા ડો.નીતિ શેઠ સહિત અન્ય તબીબી સહયોગીઓ પણ હોસ્પિટલની સેવાકીય કામગીરીમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. હોસ્પિટલ આરોગ્ય મિત્ર તરીકે ડો.ઉપાસના વાઘેલા અને તેમની ટીમ દર્દીઓને યોજાનકીય માહિતી, માર્ગદર્શન અને સહાય પુરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે
રાજ્યકક્ષાના આવા કાર્યક્રમો સરકારી હોસ્પિટલોમાં ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ, પારદર્શિતા, જવાબદારી અને દર્દીકેન્દ્રિત અભિગમને પ્રોત્સાહન આપે છે. હોસ્પિટલના વિવિધ વિભાગો વચ્ચે સંકલન, તબીબી નિષ્ણાતોની નિષ્ઠા, નર્સિંગ સ્ટાફની સેવાભાવના અને વહીવટી ટીમના માર્ગદર્શનથી આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવાના પ્રયાસો સતત આગળ વધી રહ્યા છે. અંતે, સરકારી હોસ્પિટલની સફળતા માત્ર સારવાર સુધી સીમિત નથી, પરંતુ દરેક દર્દીને સમયસર સારવાર, યોગ્ય માર્ગદર્શન, સહાનુભૂતિ અને માનવીય સન્માન મળે તેમાં રહેલી છે. રાજકોટ PDU સિવિલ હોસ્પિટલ આ સેવાભાવના સાથે દર્દીઓના આરોગ્ય અને કલ્યાણ માટે સતત પ્રતિબદ્ધ છે.


