- ઈઝરાયેલને આંચકો તુર્કીએ પોતાના રાજદૂતને પરત બોલાવ્યા
- ઈઝરાયેલે સીરિયા પર હુમલો કરતાં પહેલાં રશિયાને જાણકારી આપવાનું બંધ કરતાં નારાજ
- ઈઝરાયેલ હમાસ વચ્ચે શરૂ થયેલી લડાઈને એક મહિના જેટલો સમય થઈ ગયો છે
ઈઝરાયેલ હમાસ વચ્ચે શરૂ થયેલી લડાઈને એક મહિના જેટલો સમય થઈ ગયો છે. ઈઝરાયેલ તરફથી સીરિયામાં રહેલા ઇરાન સમર્થિત કટ્ટરપંથીઓ વિરુદ્ધ હવાઈ હુમલા થઈ રહ્યા છે. ઇરાન સમર્થિત લડાકુ અને હિઝબુલ્લા સીરિયાઈ સરહદેથી ઈઝરાયેલ પર હુમલાના પ્રયાસ કરતા રહે છે. તેમની સામે ઈઝરાયેલની સેના કાર્યવાહી કરી રહી છે. પરંતુ આ મુદ્દે મહત્ત્વની વાત એ છે કે સીરિયા પર હુમલા કરતી વખતે ઈઝરાયેલ તરફથી રશિયાને કોઈ પૂર્વ જાણકારી આપવામાં આવતી નથી. અત્યારસુધી એવું થતું હતું કે ઈઝરાયેલની સેના જ્યારે પણ સીરિયા સરહદે વળતી કાર્યવાહી કરવા આગળ વધતી હતી ત્યારે રશિયાને હુમલા પહેલાં જ તેની જાણકારી આપવામાં આવતી હતી. હાલમાં બંને દેશો વચ્ચે આવા સમન્વયનો અભાવ છે.


