- કાપડના બે વેપારીઓએ દલાલ સાથે મળી ફુલેકું ફેરવ્યું
- સરોલીના કાપડાના વેપારીના 24.66 લાખ ફસાયા
- વેપારી પાસેથી 24.66 લાખનું કાપડ ઉધારમાં લીધું
સુરતમાં મહારાષ્ટ્રના વેપારીએ લાખોનું ફુલેકું ફેરવ્યું છે. જેમાં કાપડના બે વેપારીઓએ દલાલ સાથે મળી ફુલેકું ફેરવ્યું છે. તેમાં સરોલીના કાપડાના વેપારીના રૂપિયા 24.66 લાખ ફસાયા હતા. વેપારી પાસેથી રૂપિયા 24.66 લાખનું કાપડ ઉધારમાં લીધું હતુ.
કાપડ ઉધારમાં લઈ દુકાનને તાળા મારી ફરાર
કાપડ ઉધારમાં લઈ દુકાનને તાળા મારી ફરાર થયો છે. જેમાં દિનેશ મિશ્રા, વિનય મિશ્રા, રમેશ મોર્યા સામે ગુનો દાખલ થયો છે. ત્યારે સારોલી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં દિવાળી સમયે કાપડ વેપારીઓનું ઉઠમણું શરૂ થયુ છે. જેમાં ગ્લોબલ માર્કેટમાં ગિરનાર ટેક્ષટાઇલના જૈન બંધુનું ઉઠમણું થયુ છે. ગિરનાર ટેક્ષટાઇલના જૈન બંધુનું રૂપિયા 1.11 કરોડનું ઉઠમણું થયુ છે. વરાછા પોલીસ સ્ટેશનમાં 6 વેપારીઓ સામે ફરિયાદ થઇ છે.
વરાછા પોલીસે ત્રણ વેપારીઓની ધરપકડ કરી
કાપડ ઉદ્યોગના હબ ગણાતા સુરત શહેરમાં કાપડ માર્કેટમાં ઉઠમણાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. જેમાં વરાછા પોલીસે ત્રણ વેપારીઓની ધરપકડ કરી છે. જેમાં દલાલ મારફતે કાપડ મેળવી રૂપિયા ચુકવ્યા નથી. અગાઉ પણ રૂપિયા 88 લાખની છેતરપિંડી કરી હતી. ઉઠમણાંનો માસ્ટર માઈન્ડ નરેશ જૈન છે. જે આ રીતે વેપારીઓ પાસેથી માલ લઇ રૂપિયા ચુવતો નથી. આ જ પ્રકારનો એક કિસ્સો મે મહિનામાં સુરતની ગ્લોબલ ટેક્સ્ટાઇલ માર્કેટમાં બન્યો હતો. ઉધારમાં માલ ખરીદીને કુલ રૂપિયા 21 કરોડની છેતરપિંડીના કેસમાં વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ તેની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચની ઇકો સેલને સોંપવામાં આવી હતી. જેમાં અગાઉ છ આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે અને વધુ એક આરોપીની ઇકો સેલે ભાવનગરથી ધરપકડ કરી છે.
ભાગીદારોએ 21 કરોડ રૂપિયાનું ઉઠમણું કર્યું
સુરતના સહારા દરવાજા ખાતે આવેલી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં ADS કલ્ચર અને RNC એન્ટરપ્રાઈઝના નામથી ભાગીદારી પેઢી બનાવીને અલગ અલગ વેપારીઓ પાસેથી ગ્રે કાપડનો કરોડો રૂપિયાનો માલ ઉધારમાં ખરીદીને કુલ 10 જેટલા ભાગીદારોએ 21 કરોડ રૂપિયાનું ઉઠમણું કર્યું હતું અને ઉઘરાણીના સમયે દુકાન બંધ કરીને નાસી ગયા હતા. આ તમામ લોકો વિવર્સ પાસેથી ઉધારમાં મોટી માત્રામાં ગ્રે કાપડનો માલ મંગાવીને પોતાના નામે બતાવી કાપડ માર્કેટમાં ઓછા ભાવે વેચી દેતા હતા અને વિવર્સને રૂપિયા ચૂકવતા ન હતા. આ સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી અનસ મોટીયાણી છે. જે હાલ દુબઈમાં છે. જ્યારે અન્ય ભાગીદારો પૈકી અજીમ પેનવાલા, દિક્ષિત મિયાણી, જનક છાંટબાર, જીતેન્દ્ર માંગુકિયા, મહાવીર તાપડીયા અને જીતેન્દ્ર પુરોહિતની આ કેસમાં સુરત પોલીસ અગાઉ ધરપકડ કરી ચૂકી છે.


