- POKમાં પાકિસ્તાન દ્વારા દુષ્પ્રચારનો પર્દાફાશ
- ‘જમ્મુ શહીદ દિવસ’ ઉજવીને લોકોને ભડકાવ્યા
- કાશ્મીરી લોકો 13મી જુલાઈના રોજ ઉજવે છે શહીદ દિવસ
POKમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા વ્યવસ્થિત દુષ્પ્રચારનો પર્દાફાશ થયો છે. પાકિસ્તાન અને PoKમાં ઘણા પાકિસ્તાની સંગઠનો આજે ‘જમ્મુ શહીદ દિવસ’ તરીકે ઉજવી રહ્યા છે. આ દિવસને લઈને ખોટી વાર્તાઓ બનાવીને POKના લોકોને ભડકાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાન ખોટા પ્રચાર માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં માહિર છે. આ કાર્યક્રમ માટે POK અને પાકિસ્તાનના ભાગોમાં રેલીઓ, વિશેષ કાર્યો, સેમિનાર અને સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં આ કાર્યક્રમો થઈ રહ્યા છે તેમાં મુઝફ્ફરાબાદ, મીરપુર, કોટલી, બાગ, રાવલકોટ, પાલંદરી, હવેલી, હાથિયાન, નીલમ વેલી જેવા સ્થળોનો સમાવેશ થાય છે.
કાશ્મીરમાં શહીદ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
કાશ્મીરના લોકો 13મી જુલાઈના રોજ શહીદ દિવસ ઉજવે છે. 1931 તત્કાલીન ડોગરા શાસકની સેનાએ 22 કાશ્મીરીઓની હત્યા કરી હતી. આ ઘટનાની યાદમાં કાશ્મીર 13 જુલાઇને શહીદ દિવસ તરીકે ઉજવે છે. જોકે પાકિસ્તાન તેનો રાજકિય રીતે નાગરિકોને ખોટા માર્ગે દારી રહી છે. કાશ્મીરમાં શહીદ દિવસને લઈને ખોટી વાર્તાઓ બનાવીને POKના લોકોને ભડકાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.


