- ઇઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહ્યું છે યુદ્ધ
- યુદ્ધમાં હમાસના અનેક લોકોના મોત
- યુદ્ધને યથાવત રાખવા હમાસને જરૂર પડી આતંકીઓની
ઈઝરાયેલ દ્વારા શરૂ કરાયેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો હમાસના આતંકીઓ માર્યા ગયા. હવે સ્થિતિ એવી છે કે હમાસને યુદ્ધ ચાલુ રાખવા માટે હવે વધુ આતંકવાદીઓની જરૂર છે. જે ધ્યાને રાખીને હમાસના વરિષ્ઠ નેતાઓએ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાંથી ભરતી કરવાની યોજના બનાવી છે. આ યોજના હેઠળ હમાસના વરિષ્ઠ નેતાઓ ઈસ્માઈલ હનહૈયા અને ખાલેદ મશાલ દ્વારા મુસ્લિમ યુવાનોને સંબોધવામાં આવી રહ્યા છે.
ઉલ અક્સા કેમ આપ્યુ નામ
કહેવામાં આવી રહ્યું છે કે હમાસના મોટા નેતાઓ મુસ્લિમ યુવાનોને ઇમોશનલ બનાવવા માટે આ યોજનાનું નામ તૂફાન અલ અક્સા આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અલ અક્સા એક મોટી મસ્જિદ છે જેને ધ્વસ્ત કરવાનો પ્રયાસ કરાયો હોવાનો ઇઝરાયલ પર આરોપ લાગ્યો છે. જેના જવાબમાં હમાસ દ્વારા યુદ્ધ કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર 2 દિવસ પહેલા હમાસના મોટા લીડર હન્હૈયાએ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં તૂફાન અલ અક્સા નામની રેલીને સંબોધિત કરી. જેનું આયોજન કટ્ટરવાદી સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પાકિસ્તાનના સૌથી મોટુ કથિત ધાર્મિક સંગઠન જમાત એ ઇસ્લામી પણ સામેલ હતો.
જમાત-એ-ઈસ્લામીના વડા હમાસના નેતાઓને મળ્યા
પાકિસ્તાનના ધાર્મિક સંગઠન જમાત-એ-ઈસ્લામીના વડા સિરાજુલ હક હમાસમાં ભરતી માટે કતારના દોહામાં હમાસના ટોચના નેતાઓને મળ્યા હતા. આ સમય દરમિયાન, પાકિસ્તાન માટે, આ સંગઠને હમાસને સંપૂર્ણ આશ્વાસન આપ્યું હતું કે તે તેમને દરેક પ્રકારની મદદ કરવામાં કોઈ કસર છોડશે નહીં. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન હમાસમાં લડવા માટે નવા આતંકવાદીઓની ભરતી કરવાની યોજના પર વધુ આયોજન પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તેને પાકિસ્તાનના ધાર્મિક નેતાઓ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આ માટે તેને ભારત સહિત ઘણા દેશોમાં આ યોજના હેઠળ ભરતી કરવામાં આવશે.


