- એક્ટર પવન કલ્યાણ સાથે પીએમ મોદીએ સંબોધી જાહેર સભા
- આપ્યું પછાત વર્ગના મુખ્યમંત્રી આપવાનું તેલંગાણા વાસીઓને વચન
- વડાપ્રધાન મોદીએ પોતાની 2013ની જાહેર સભ્યને કરી યાદ
તેલંગાણામાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ પોતાનો પ્રચાર તેજ કરી દીધો છે. જેમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે હૈદરાબાદના એલબી સ્ટેડિયમમાં ‘બેકવર્ડ ક્લાસ આત્મગૌરવ સભા’ને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે જનતાના આશીર્વાદથી પછાત જાતિ (બેકવર્ડ ક્લાસ – BC)માંથી ભાજપના પ્રથમ મુખ્યમંત્રી અહીંથી બનાવવામાં આવશે.
વડાપ્રધાન મોદી અને જનસેના પાર્ટીના અધ્યક્ષ અને અભિનેતા પવન કલ્યાણ હૈદરાબાદમાં જાહેર રેલીમાં હાજરી આપી હતી. અહીં આયોજિત જનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ મેદાનનું મારા જીવનમાં મોટું સ્થાન છે. 2013 માં તમે બધાએ મને આ મેદાન પર આમંત્રણ આપ્યું હતું. તમે ટિકિટ રાખી હતી કે જેને મોદીજીની સભામાં આવવું હોય તેણે ટિકિટ ખરીદવી પડશે. આ સમાચાર સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયા હતા. આ મેદાનમાં જ મોદીને વડાપ્રધાન બનાવવા માટે મજબૂત પાયો નાખવાનું કામ કરવામાં આવ્યું હતું. આ મેદાનના આશીર્વાદથી મોદી વડાપ્રધાન બન્યા અને આ મેદાનના આશીર્વાદથી ભાજપના પ્રથમ પછાત મુખ્યમંત્રી અહીંથી બનશે.