- કંપનીનો પ્લાન્ટ બંધ થાય છે તેવું બહાનું ધરી કામદારોને છુટા કરાયા
- કામદારોએ બાઇકરેલી કાઢી ભારે સૂત્રોચ્ચાર સાથે પાદરા મામલતદારને આવેદનપત્ર આપ્યું
- કંપનીએ આંશિક ક્લોઝરની પરવાનગી માગતી અરજી શ્રામ ખાતાના શ્રામ આયુક્ત સમક્ષ કરેલ
પાદરા તાલુકાના કુરાલ ગામની સીમમાં સિગ્નિફય ઇનોવેશન્સ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં કામ કરતા 176 કામદારોને કંપની દ્વારા પોતાનો પ્લાન્ટ બંધ થાય છે એ બહાનું આગળ ધરીને છૂટા કરવા માટે થોડા દિવસ અગાઉ નોટિસ આપી હતી જેને લઈને આજરોજ 176 કામદારો દ્વારા ગામેઠા ગામેથી બાઈક રેલી સ્વરૂપે પાદરા મામલતદાર કચેરી પહોંચીને ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને રેલી સ્વરૂપે પાદરા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
પાદરાના કુરાલ ગામની સીમમાં આવેલ બલ્બ બનાવતી કંપની દ્વારા છેલ્લા 15-20 વર્ષથી કાયમી ફરજ બજાવતા 176 કામદારોને છુટા કરી દેવામાં આવતા રોષ ફટી નીકળ્યો હતો. સિગ્નિફય ઇનોવેશન્સ ઇન્ડિયા લિમિટેડ જે કંપની અગાઉ ફિલિપ્સ લિમીટેડ નામે ઓળખાતી હતી. એ કંપની જેમાં આ કામદારોએ પોતાના વર્ષોથી કાયમી કામ કરી અને પોતાનું લોહી રેડીને કંપનીને સફ્ળ થવામાં ખૂબ જ મોટો સિંહ ફળો આપ્યો એ જ કંપનીએ આજે કામદારોનું આર્થિક મોત નીપજાવવાના પ્રયત્ન કર્યા છે.
કંપનીએ આંશિક ક્લોઝરની પરવાનગી માગતી અરજી શ્રામ ખાતાના શ્રામ આયુક્ત સમક્ષ કરેલ છે. ક્લોઝરની નોટીસનો કામદારો સખત શબ્દોમા વિરોધ કરે છે. કંપની વર્ષે કરોડોનો નફો કરે છે. છતા કંપનીમાંથી 176 કાયમી કર્મચારીઓને છુટા કરવા નોટિંસ આપી છે, અને તેઓને નવીન એલઇડી પ્લાન્ટમાં રોજગાર આપવા તૈયાર નથી, વળી કંપનીમાં કોઇ કાયમી કર્મચારી નથી .
કંપની એલઇડી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવા જઇ રહી છે
કામદારોનાં કહેવા મુજબ, સદર કંપની એક બાજુ 176 કામદારોને છુટા કરવા માટે એડવાન્સ નોટિસ આપી રહી છે. સામે પક્ષે આ જ કંપની એલ.ઇ.ડીના મેન્યુફેક્ચરિંગ માટેના નવિન પ્રોડક્શન પ્લાન્ટ શરૂ કરવા જઈ રહી છે. જેમાં કોન્ટ્રાક્ટ બેઝની અને કાયમી ભરતી નવા લોકોને લઈને કરી રહી છે તો પ્રથમ હક 176 કામદારોનો છે એમ કહી નવીન પ્લાન્ટમાં પણ આ 176 કામદારોને નોકરી આપી પોતાની ફરજ કંપની પણ નિભાવે એવી માગણી છે.


