- સરના અધિકારીઓએ એક્ટિવેશન એરિયા અને સમગ્ર પ્રોજેકટ અંગે માહિતી આપી
- ધોલેરા એબીસીડી બિલ્ડીંગ ખાતે સરના અધિકારીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું
- અગાઉ પણ એક જાપાનીઝ પ્રતિનિધિ મંડળ ધોલેરાની મુલાકાત લઈ ચૂક્યું છે
ધોલેરા સર વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટની મુલાકાતે જાપાનીઝ કંપનીના ડેલિકેટ આવ્યા હતા. અહીં સરના અધિકારીઓએ તમામ ડેલિકેટ્સનું સ્વાગત કર્યું હતું અને ધોલેરા સર ડેવલોપમેન્ટના સમગ્ર પ્રોજેક્ટ અંગે માહિતગાર કર્યા હતા.
જાપાનીઝ કંપનીના 30 ઉપરાંત ડેલિકેટનું એક દળ ગુરુવારે અમદાવાદ જિલ્લાના ધોલેરા સરની મુલાકાતે આવ્યું હતું. તમામ ડેલિકેટનું ધોલેરા એબીસીડી બિલ્ડીંગ ખાતે સરના અધિકારીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. અહીં ધોલેરા સર પ્રોજેક્ટ અને એક્ટીવેશન એરીયાના વિકાસની સમગ્ર બાબતોથી જાપાનીઝ ડેલીગેટને માહિતગાર કરવામાં આવ્યા હતા. ધોલેરાની મુલાકાતે આવેલા જાપાનીઝ પ્રતિનિધિ મંડળને ધોલેરાના એક્ટીવેશન એરિયાની મુલાકાતે પણ લઈ જવામાં આવ્યા હતા અહીં સમગ્ર પ્રોજેક્ટની કામગીરી અને એક્ટીવેશન એરિયામાં થઈ રહેલા વિકાસ કાર્યોની જાત માહિતી જાપાનીઝ પ્રતિનિધિ મંડળે સવિસ્તાર લીધી હતી. ધોલેરા સરમાં જાપાનીઝ કંપની દ્વારા રસ દાખવીને તેમનું પ્રતિનિધિ મંડળ અહીં મોકલવામાં આવ્યું હતું. જેને અનુલક્ષી જાપાનની વિવિધ કંપનીના અધિકારીઓએ ધોલેરા સર અને એક્ટીવેશન એરીયાની મુલાકાત લઇ સમગ્ર પ્રોજેક્ટ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી.
ધોલેરા સરમાં વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. ત્યારે જાપાનની કંપનીઓ પણ ધોલેરા સરમાં પોતાના ઉદ્યોગો માટે આકર્ષિત થઈ હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ પણ એક જાપાનીઝ પ્રતિનિધિ મંડળ ધોલેરાની મુલાકાત લઈ ચૂક્યું છે. ત્યારે ધોલેરા સરની વિકાસની ગતિ જોતા અતિવિક્સીત જાપાન દેશના પ્રતિનિધિ મંડળે ધોલેરા સરની મુલાકાત લેતા વિસ્તારમાં વિકાસની તકો વધારે ઉજળી બનશે, તેવું સ્થાનિકો માની રહ્યા છે.


