- વર્લ્ડકપની છેલ્લી મેચ પહેલાં નેધરલેન્ડને ઝટકો
- નેધરલેન્ડનો ફાસ્ટ બોલર રયાન ક્લેન ટૂર્નામેન્ટમાંથી બહાર
- છેલ્લી મેચ માટે નોઆ ક્રોસને ટીમમાં અપાયું સ્થાન
વર્લ્ડકપ 2023માં નેધરલેન્ડ લીગ સ્ટેજની 9મી મેચ ભારતીય ક્રિકેટ ટીમ સામે રમશે. આ મેચ 12 નવેમ્બરે બેંગાલુરૂના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમવામાં આવશે. મેચ પહેલાં નેધરલેન્ડની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર રયાન ક્લેન વર્લ્ડકપ સ્ક્વોડમાંથી બહાર થયો છે. તેની જગ્યાએ યુવા બેટ્સમેન નોઆ ક્રોસને અંતિમ મેચમાટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે.
નોઆ ક્રોસ માત્ર 1 વનડે મેચ રમ્યો
નોઆ ક્રોસ નેધરલેન્ડ ક્રિકેટ ટીમ માટે અત્યાર સુધી માત્ર 1 વનડે મેચ રમ્યો છે. જેમાં તચેમણે 7ની એવરેજથી 7 વિકેટ લીધી છે. ટીમમાં કોઈ ફેરફાર કર્યા પહેલાં ઈવેન્ટ ટેક્નિકલ કમિટી પાસેથી મંજૂરી લેવી પડે છે. આ મંજૂરી ગુરુવારે મળી ગઈ છે. જેનો મતલબ એ છે કે, તે હવે ભારત વિરુદ્ધ મેદાનમાં ઉતરી શકે છે.
ક્લેન ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેચ રમ્યો હતો
ક્લેન પણ વર્લ્ડકપ 2023માં પોતાની ટીમ માટે માત્ર 1 મેચ રમ્યો હતો. આ મેચ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ હતી. આ મેચમાં ક્લેને 7 ઓવર નાખી હતી, પરંતુ વિકેટ લઈ શક્યો નહતો.
સેમીફાઈનલની રેસમાંથી નેધરલેન્ડ બહાર
વર્લ્ડકપની રેસમાંથી નેધરલેન્ડની ટીમ બહાર થઈ છે. નેધરલેન્ડ હવે ભારત વિરુદ્ધ ઔપચારિક મેચ રમશે. ટૂર્નામેન્ટની 40 મેચ પૂર્ણ થયા બાદ નેધરલેન્ડની ટીમ 8 મેચ રમી છે. જેમાંથી નેધરલેન્ડની 2 મેચમાં જીત થઈ છે, જ્યારે 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પોઈન્ટ ટેબલમાં નેધરલેન્ડની ટીમ 4 પોઈન્ટ સાથે અત્યારે 10માં સ્થાને છે.


