- વર્લ્ડકપ 2023માં મોહમ્મદ શમી શાનદાર ફોર્મમાં
- બોલીવુડ અભિનેત્રી મોહમ્મદ શમી પર ફિદા થઈ
- અભિનેત્રીએ શમીને લગ્ન માટે કર્યું પ્રપોઝ
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વર્લ્ડકપમાં શાનદાર ફોર્મમાં છે. સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં મોહમ્મદ શમી ચોથા સ્થાને છે, પરંતુ ખાસ વાત એ છે કે મોહમ્મદ શમી માત્ર 4 મેચ રમ્યો છે. જે અન્ય ટોપ બોલરો કરતા લગભગ અડધી મેચ છે. મોહમ્મદ શમીએ 4 મેચમાં 7ની એવરેજથી 16 વિપક્ષી બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે.
‘શમી તું અંગ્રેજી સુધાર, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર’
હવે મોહમ્મદ શમી સોશિયલ મીડિયા પર એક અલગ જ કારણસર હેડલાઈન્સ બનાવી રહ્યો છે. બોલિવુડની પ્રખ્યાત અભિનેત્રી પાયલ ઘોષે મોહમ્મદ શમીને લગ્ન માટે પ્રપોઝ કર્યું છે. પાયલ ઘોષે ટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં તેણે મોહમ્મદ શમી માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. પાયલ ઘોષે ટ્વીટમાં લખ્યું કે, શમી, તું તારું અંગ્રેજી સુધાર, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું.
સોશિયલ મીડિયા પર પાયલ ઘોષનું ટ્વીટ વાયરલ
બોલિવુડની જાણીતી અભિનેત્રી પાયલ ઘોષની ટ્વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમની શાનદાર સફર વર્લ્ડકપમાં ચાલુ છે. ભારતીય ટીમે સતત 8 મેચ જીતીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. સેમીફાઇનલમાં પહોંચનારી ભારત પ્રથમ ટીમ બની છે. જો કે, ભારતીય ટીમ તેની છેલ્લી લીગ મેચ નેધરલેન્ડ સામે 12 નવેમ્બરે રમશે.


