- કોહલીએ ચાલુ વિશ્વકપ 2023માં 108.60ની સરેરાશે કુલ 543 રન કર્યા
- વિવિયન રિચર્ડ્સે ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની ભરપૂર પ્રશંસા કરી
- વિવિયન રિચર્ડ્સે સચિન તેંડુલકરની સાથે રમતના સર્વકાલીન મહાન ખેલાડી ગણાવ્યો
વેસ્ટઇન્ડિઝના મહાન બેટ્સમેન વિવિયન રિચર્ડ્સે ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની ભરપૂર પ્રશંસા કરી છે અને તેને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની સાથે રમતના સર્વકાલીન મહાન ખેલાડી ગણાવ્યો છે. વિરાટે ચાલુ વિશ્વકપની મેચમાં પોતાના પાંત્રીસમા જન્મદિવસે વનડે ક્રિકેટ મેચમાં ઓગણપચાસમી સદી કરી અને સચિન તેંડુલકરની બરાબરી કરી હતી. કોહલીએ ચાલુ વિશ્વકપ 2023માં 108.60ની સરેરાશે કુલ 543 રન કર્યા છે.
વિવિયન રિચર્ડ્સે કોહલીની પ્રશંસા કરતાં એક લેખમાં લખ્યું કે વિશ્વકપમાં ઘણા બધા પ્રતિભાશાળી ખેલાડી આવ્યા છે પણ તમે વિરાટ કોહલીથી આગળ ન નીકળી શકો. હું ઘણા સમયથી વિરાટનો ખૂબ મોટો પ્રશંસક રહ્યો છું અને તે બતાવતો રહે છે કે એવું કેમ છે. વિવિયને આગળ લખ્યું કે, વિરાટ આ વિશ્વકપ પહેલાં થોડા કઠિન સમયમાંથી પસાર થયા હશે અને કેટલાક લોકો તેમનું નામ કાપવા તૈયાર હતા. પણ બેકરૂમ સ્ટાફ અને બાકીનાઓએ તેને સમર્થન આપ્યું. વિન્ડિઝ ખેલાડીએ પોતાના લેખમાં કોહલીની માનસિક દૃઢતાની પણ સરાહના કરી અને કહ્યું કે મુખ્ય વિશેષતા છે.


