- પાકિસ્તાનમાં ભારત વિરૂદ્ધ ઝેર ઓકનારાઓની હત્યા
- ગોળી મારીને ઠાર મારવામાં આવે છે આવા આકાઓને
- વધુ એક મૌલાનાને મોતને ઘાટ ઊતારી દેવામાં આવ્યો
પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા જૈશના નજીકના લોકોને નિશાન બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. કુખ્યાત ગણાતા આકાઓને ઠાર મારવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનમાં આ કોઈ પહેલી ઘટના નથી. જ્યાં મૌલાના રહીમુલ્લાહ તારિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૌલાના રહીમુલ્લા જૈશ ચીફ મસૂદ અઝહરના નજીકનો હોવાનું કહેવાય છે. મૌલાના તારિક ઘણીવાર ભારત વિરોધી મેળાવડાઓમાં ભારત વિરુદ્ધ જોરદાર ભાષણો આપતો હતા. હવેની કોઈએ ગોળી મારીને હત્યા કરી દીધી છે.
ધાર્મિક રેલીમાં પહોંચે એ પહેલા ફાયરિંગ
કરાચીના ઓરંગી ટાઉનમાં ભારત વિરોધી રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. મૌલાના રહીમુલ્લા તેમાં સામેલ થવા જઈ રહ્યો હતો. પોલીસ નિવેદન અનુસાર, ‘મૃતકની ઓળખ મોલાના રહીમુલ્લાહ તારિક તરીકે થઈ છે. તે ધાર્મિક સભામાં ભાગ લેવા જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા લોકોએ તેના પર ગોળીબાર કર્યો હતો. આ ઘટના ટાર્ગેટ કિલિંગની હોવાનું જણાય છે. પાકિસ્તાનમાં તાજેતરના દિવસોમાં, ઘણા ભારત વિરોધી આતંકવાદીઓને અજાણ્યા હુમલાખોરો દ્વારા ઠાર કરવામાં આવ્યા છે. લશ્કર-એ-તૈયબાના ભૂતપૂર્વ કમાન્ડર અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
સિયાલકોટમાં લતીફ માર્યો ગયો
અકરમ ભારત વિરુદ્ધ ઝેર ઓકતો હતો. તેણે 2018 થી 2020 દરમિયાન લશ્કરમાં ભરતીનું ધ્યાન રાખ્યું હતું. અકરમ લશ્કરના ટોચના કમાન્ડરોમાં સામેલ છે. તે લાંબા સમયથી આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો. પાકિસ્તાનમાં સતત થતી હત્યાઓએ આતંકવાદીઓની ઊંઘ હરામ કરી દીધી છે. ગયા મહિને ભારતના વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહિદ લતીફનું પાકિસ્તાનમાં મોત થયું હતું. લતીફની સિયાલકોટમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. લતીફ 2016માં પઠાણ કોટ એરફોર્સ સ્ટેશન પર હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. સ્ટેશન પર હુમલો કરનારા ચાર આતંકીઓને તે પાકિસ્તાન તરફથી સૂચના આપી રહ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં, 6 મેના રોજ, ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ ચીફ પરમજીત સિંહ પંજવાડની પાકિસ્તાનના લાહોરમાં અજ્ઞાત હત્યારાઓએ ગોળી મારીને હત્યા કરી હતી.


