- ભારતીય ટીમે એક વર્ષમાં સૌથી વધુ સિક્સર ફટકારી
- ભારતે વર્ષ 2023માં અત્યાર સુધી 215 સિક્સર ફટકારી
- રોહિત શર્માએ 2023માં સૌથી વધુ 60 સિક્સર ફટકારી
ICC ODI વર્લ્ડકપ 2023માં ભારતની શાનદાર યાત્રા ચાલુ છે અને ટીમે એક પણ મેચ હાર્યા વિના જીત સાથે લીગ તબક્કાનો અંત કર્યો હતો. છેલ્લી મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે નેધરલેન્ડને 160 રનના વિશાળ અંતરથી હરાવ્યું અને તેના ખાતામાં જીતની સંખ્યા વધારી દીધી. આ મેચમાં ભારતીય ટીમે વર્લ્ડકપના ઈતિહાસમાં તેમનો બીજો સર્વોચ્ચ સ્કોર પણ બનાવ્યો હતો. આ દરમિયાન ટીમ તરફથી ઘણા ચોગ્ગા અને છગ્ગા જોવા મળ્યા હતા. આ ઇનિંગ્સ દરમિયાન, ભારતે એક કેલેન્ડર વર્ષમાં ODI ફોર્મેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.
એક વર્ષમાં સૌથી વધુ સિક્સર
ભારતે 2023 માં અત્યાર સુધીમાં 215 છગ્ગા ફટકાર્યા છે, જે એક કેલેન્ડર વર્ષમાં કોઈપણ ટીમ દ્વારા સૌથી વધુ છે. અત્યાર સુધી આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના નામે હતો. કેરેબિયન ટીમે વર્ષ 2019માં 209 સિક્સર ફટકારી હતી. આ યાદીમાં ત્રીજા સ્થાને સાઉથ આફ્રિકા છે, જેણે ચાલુ વર્ષમાં 203 છગ્ગા ફટકાર્યા છે. ઉપરોક્ત ત્રણેય ટીમો ODI ઈતિહાસમાં એકમાત્ર એવી ટીમ છે જેણે એક કેલેન્ડર વર્ષમાં 200 કે તેથી વધુ સિક્સર ફટકારી હોય.
રોહિત શર્મા સૌથી આગળ
ભારતીય બેટ્સમેનોએ આ વર્ષે ઘણી સિક્સર ફટકારી છે અને તેથી જ ટીમે આ રેકોર્ડ હાંસલ કર્યો છે. આ મામલે કેપ્ટન રોહિત શર્મા સૌથી આગળ હતો અને તેણે ઘણી સિક્સ પણ ફટકારી હતી. રોહિતના નામે વર્તમાન વર્ષમાં 60 સિક્સર છે, જે ODI ફોર્મેટમાં એક કેલેન્ડર વર્ષમાં કોઈપણ બેટ્સમેન દ્વારા સૌથી વધુ છે. શુભમન ગીલે પણ ઘણી સિક્સ ફટકારી છે અને રોહિત પછી તે એવો બેટ્સમેન છે જેણે આ વર્ષે ભારત માટે સૌથી વધુ સિક્સર ફટકારી છે. તેના નામે 38 છગ્ગા છે
વર્લ્ડકપ 2023માં રોહિત શર્માની સિક્સર
રોહિત શર્માએ વર્લ્ડકપ 2023માં 9 મેચમાં 24 સિક્સ ફટકારી છે. એક વર્લ્ડકપ સિઝનમાં સૌથી વધુ સિક્સ ફટકારવાના મામલે બીજા સ્થાને છે. આ યાદીમાં વેસ્ટેન્ડીઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ પ્રથમ સ્થાને છે. જેણે એક વર્લ્ડકપ સિઝનમાં 26 સિક્સર ફટકારી છે.


