જામનગરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો MSME ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો
ઉદ્યોગોના વિકાસ માટે પ્રતિબધ્ધતા દાખવતી બેંક
અગ્ર ગુજરાત, રાજકોટ
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આજે ૭ ઓગષ્ટ, ૨૦૨૬ના રોજ જાનમનગરના દરેડ જીઆઇડીસી સ્થિત હોટલ લોર્ડ ઇનમાં એમએસએમઇ નેશનવાઇડ ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ)ને સરળ અને ઝડપી ધીરાણ સુવિધા ઉપલબ્ધ કરાવી ઉદ્યોગ વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. આ કાર્યક્રમમાં ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ અને એમએસએમઇ ક્ષેત્ર સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બેંકના અધિકારીઓએ વિવિધ એમએસએમઇ લોન યોજનાઓ અંગે માહિતી આપી તેમજ આકર્ષક વ્યાજદર, ઝડપી લોન મંજૂરી, ઓછી પ્રોસેસિંગ ફી, સરળ દસ્તાવેજીકરણ અને નિષ્ણાંત સલાહકારી સેવાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ક્ષેત્રિય પ્રમુખ દિપક મંગલ સહિત બેંકના અધિકારીઓએ ઉપસ્થિતોને સંબોધીત કરતાં જણાવ્યું હતું કે એમએસએમઇ ક્ષેત્રના દેશના આર્થિક વિકાસનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ઉદ્યોગોના વિકાસ માટે સતત પ્રતિબધ્ધ છે.
કાર્યક્રમમાં સેન્ટ બિઝનેસ, સેન્ટ કોન્ટ્રાકટર, સેન્ટ એન્જિનિયરીંગ, સેન્ટ હોટલ, સેન્ટ એનર્જી, ઇફિશિયન્સી, સેન્ટ વ્હીકલ બિઝનેસ, સેન્ટ જીએસટી સહિત અનેક વિશેષ એમએસએમઇ લોન યોજનાઓની માહિતી આપવામાં આવી અને ઉદ્યોગકારોને તેનો લાભ લેવા અપીલ કરવામાં આવી હતી.


