- ઓસ્ટ્રેલિયન બોલરે બનાવ્યો વર્લ્ડરેકોર્ડ
- ગેરેથ મોર્ગને 6 બોલમાં 6 વિકેટ લીધી
- બીજો કોઈ પણ બોલર નથી કરી શક્યો આ કારનામું
ક્રિકેટ એ અનિશ્ચિતતાઓની રમત છે, તેમાં શું થશે તે વિશે કંઈ કહી શકાય નહીં. આ રમત વિશે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ક્રિકેટ એક એવી રમત છે જ્યાં આગાહી નિષ્ફળ જાય છે. આ ગેમની ખાસિયત એ છે કે તેમાં કશું જ અશક્ય નથી. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના એક બોલરે અશક્ય લાગતું કામ કરી બતાવ્યું છે. આ બોલરે 6 બોલમાં 6 વિકેટ લઈને આખી દુનિયાને ચોંકાવી દીધી છે.
6 બોલમાં 6 વિકેટ લીધી
ઓસ્ટ્રેલિયાના થર્ડ ડિવિઝન ક્લબના ક્રિકેટર ગેરેથ મોર્ગને લોકલ મેચ દરમિયાન 6 બોલમાં 6 વિકેટ ઝડપી છે. જેના કારણે તેની ટીમની જીત થઈ છે. મુદગેરાબા નેરાંગ એન્ડ ડિસ્ટ્રિક્ટ્સ ક્રિકેટ ક્લબના કેપ્ટન મોર્ગને શનિવારે ગોલ્ડ કોસ્ટ પ્રીમિયર લીગ ડિવિઝન 3 પ્રતિયોગિતામાં સરફર્સ પેરેડાઇઝ વિરુદ્ધ 6 બોલમાં 6 વિકેટ મેળવીને પોતાની ટીમને 4 રને જીત અપાવી છે.
સરફર્સ પેરેડાઈઝને 179 રનનો મળ્યો હતા ટાર્ગેટ
સરફર્સ પેરેડાઈઝે 40 ઓવરની મેચમાં 179 રનના ટાર્ગેટનો પીછો કરીને અંતિમ ઓવર પહેલાં 4 વિકેટ પર 174 રન બનાવ્યા હતા. જો કે, મોર્ગને મેચના છેલ્લા 6 બોલમાં 6 વિકેટ લઈને પોતાની ટીમને ચાર રનથી જીત અપાવી છે. સરફર્સના અંતિમ 5 બેટ્લમેન પ્રથમ બોલ પર ખાતું ખોલ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા છે.
ABC નો રિપોર્ટ શું કહે છે?
ABCની રિપોર્ટ અનુસાર, પ્રોફેશનલ ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નીલ વેગનર, બાંગ્લાદેશના અલ અમીન હુસૈન અને ભારતના અભિમન્યુ મિથુનના નામે છે. અભિમન્યુએ એક ઓવરમાં 5 વિકેટ લીધી હતી.


