- વર્લ્ડકપ 2023ની લીગ મેચ થઈ પૂર્ણ
- આવતીકાલથી વર્લ્ડકપની સેમીફાઈનલ મેચ શરૂ થશે
- ભારતીય ટીમ પ્રથમ સેમીફાઈનલ ન્યૂઝીલેન્ડ સામે રમશે
વર્લ્ડકપ 2023ની પ્રથમ સેમીફાઇનલ મેચ આવતીકાલે રમાશે. જેમાં ભારત અને ન્યૂઝીલેન્ડ આમને-સામને આવશે. વનડે ક્રિકેટમાં આ 118મી વખત હશે જ્યારે બંને ટીમો ટકરાશે. અત્યાર સુધી રમાયેલી મેચોમાં ટીમ ઈન્ડિયાએ 59 મેચ જીતી છે, જ્યારે ન્યૂઝીલેન્ડે 50 મેચ જીતી છે. બંને વચ્ચે એક મેચ ડ્રો પણ રહી છે અને 7 મેચ અનિર્ણિત રહી છે.
સર્વોચ્ચ સ્કોર- ટીમ ઈન્ડિયાએ માર્ચ 2009માં ક્રાઈસ્ટચર્ચ વનડેમાં ન્યૂઝીલેન્ડ સામે 4 વિકેટ ગુમાવીને 392 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો
સૌથી ઓછો સ્કોર- ઑક્ટોબર 2016માં રમાયેલી વિશાખાપટ્ટનમ વનડેIમાં ન્યૂઝીલેન્ડની ટીમ ભારત સામે માત્ર 79 રનમાં ઓલઆઉટ થઈ હતી
સૌથી મોટી જીત- ન્યૂઝીલેન્ડની ટીમે ભારતને 200 રનના વિશાળ અંતરથી હરાવ્યું છે. ઓગસ્ટ 2010માં દાંબુલામાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાને આ શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો.
સૌથી નાની જીત--માર્ચ 1990માં વેલિંગ્ટનમાં ભારતે ન્યૂઝીલેન્ડને એક રનથી રોમાંચક હાર આપી હતી
સૌથી વધુ રન- સચિન તેંડુલકરે ભારત-ન્યૂઝીલેન્ડ વનડે મેચમાં 1 હજાર 750 રન બનાવ્યા છે
શ્રેષ્ઠ ઇનિંગ- ભારતીય ઓપનર શુભમન ગિલે આ વર્ષે હૈદરાબાદમાં ન્યૂઝીલેન્ડ સામે 149 બોલમાં 208 રનની ઈનિંગ રમી હતી
સૌથી વધુ સદી- પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે ન્યૂઝીલેન્ડ સામે 6 વનડે સદી ફટકારી છે
સૌથી વધુ વિકેટ- ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથે ન્યૂઝીલેન્ડ સામે 51 વિકેટ પોતાના નામે કરી છે
શ્રેષ્ઠ બોલિંગ ઈનિંગ- ન્યૂઝીલેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર શેન બોન્ડે ઓગસ્ટ 2005માં રમાયેલી વનડેમાં ભારતીય ટીમ સામે 19 રન આપીને 6 વિકેટ લીધી હતી
સૌથી વધુ કેચ- ન્યૂઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન રોસ ટેલરે ભારત સામેની વનડે મેચમાં 19 કેચ કર્યા છે.


