By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: કોઠારિયા સોલ્વન્ટ નજીક 12 હજાર જીલેટીન સ્ટીકનો જથ્થો ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

કોઠારિયા સોલ્વન્ટ નજીક 12 હજાર જીલેટીન સ્ટીકનો જથ્થો ઝડપાયો

Editor
Last updated: 2026/08/10 at 4:07 PM
40 minutes ago
Share
કોઠારિયા સોલ્વન્ટ નજીક 12 હજાર જીલેટીન સ્ટીકનો જથ્થો ઝડપાયો
SHARE

કોઠારિયા સોલ્વન્ટ નજીક 12 હજાર જીલેટીન સ્ટીકનો જથ્થો ઝડપાયો

માણાવદરથી થાનગઢ લઈ જવાતો હતો ગેરકાયદે એક્સપ્લોઝિવનો જથ્થો, એકની ધરપકડ : 1500 કિલો જીલેટીન, 30 બંડલ બ્લાસ્ટિંગ કેબલ અને ડિટોનેટર મળી કુલ રૂ.5.95 લાખનો મુદ્દામાલ કબજે

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર રીતે હેરાફેરી થઈ રહેલા વિસ્ફોટક સામગ્રીના મોટા જથ્થાનો પર્દાફાશ કરી એક શખ્સને ઝડપી પાડ્યો છે. કોઠારિયા સોલ્વન્ટ નજીક રાજકોટ-ગોંડલ હાઈવે પર શંકાસ્પદ બોલેરો પીકઅપને અટકાવી તપાસ કરતાં તેમાંથી બ્લાસ્ટિંગમાં વપરાતી 12 હજાર જીલેટીન સ્ટીક, બ્લાસ્ટિંગ કેબલના 30 બંડલ તેમજ એક્સપ્લોઝિવ ડિટોનેટરનો જથ્થો મળી આવ્યો હતો. સમગ્ર સામગ્રીની BDS અને FSLની ટીમ દ્વારા તપાસ કરાવ્યા બાદ પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી કુલ રૂ.5.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ બી.બી. બસિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગેરકાયદે પ્રવૃત્તિઓ પર નજર રાખી પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન એએસઆઈ અનિલભાઈ સોનારા, કનકસિંહ સોલંકી અને હરપાલસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, શાપર તરફથી એક બોલેરો પીકઅપ રાજકોટ તરફ આવી રહી છે અને તેમાં ગેરકાયદેસર એક્સપ્લોઝિવનો મોટો જથ્થો ભરેલો છે.
બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક કોઠારિયા સોલ્વન્ટ વિસ્તારમાં રાજકોટ-ગોંડલ હાઈવે પર શિવ હોટલ સામે જગદીશ મોટર ગેરેજ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીમાં જણાવાયેલી બોલેરો પીકઅપ નજરે પડતાં પોલીસે તેને રોકી વાહનની તલાશી લીધી હતી. વાહનમાં રહેલા બાચકાઓની તપાસ કરતાં પોલીસને બ્લાસ્ટિંગમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી મળી આવતા સમગ્ર મામલો ગંભીર બન્યો હતો.
પોલીસે બાચકાઓ ખોલાવી તપાસ કરતાં મોટી સંખ્યામાં જીલેટીન સ્ટીક અને બ્લાસ્ટિંગ કેબલ મળી આવ્યા હતા. જ્યારે વાહનની કેબિનમાંથી એક્સપ્લોઝિવ ડિટોનેટર પણ મળી આવ્યો હતો. આ સામગ્રી ખરેખર વિસ્ફોટક પ્રવૃત્તિમાં ઉપયોગી છે કે નહીં તે અંગે BDS તથા FSLની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી. નિષ્ણાત ટીમની તપાસ બાદ સામગ્રી એક્સપ્લોઝિવને લગતી હોવાનું સામે આવતા પોલીસે વાહનચાલકને કાયદેસરની કાર્યવાહી હેઠળ ઝડપી લીધો હતો.
પકડાયેલ આરોપીની ઓળખ દોલા રઘુ મીર તરીકે થઈ છે. 34 વર્ષીય દોલા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છતરીયાળા ગામનો વતની છે અને હાલ કોઠારિયા સોલ્વન્ટ વિસ્તારમાં મેલડીમાંના મંદિર નજીક શીતળાધાર મફતીયાપરામાં રહે છે. તે ડ્રાઈવિંગનો વ્યવસાય કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી કુલ 12 હજાર જીલેટીન સ્ટીક મળી આવી હતી, જેનું વજન આશરે 1500 કિલો હોવાનું સામે આવ્યું છે. જીલેટીન સ્ટીકની કિંમત રૂ.2.40 લાખ આંકવામાં આવી છે. આ ઉપરાંત બ્લાસ્ટિંગ કેબલના 30 બંડલ, અંદાજિત રૂ.15 હજાર કિંમતના, તેમજ એક્સપ્લોઝિવ ડિટોનેટરનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે. સાથે બોલેરો પીકઅપ વાહન પણ પોલીસે કબજે કર્યું છે. આમ તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ.5.95 લાખ જેટલી થાય છે.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન પોલીસને એક્સપ્લોઝિવના આ જથ્થાની હેરાફેરી અંગે મહત્વની કડી મળી છે. પોલીસના જણાવ્યા મુજબ, દોલા મીરને જામવાડી, થાનગઢના હિરા ઉર્ફે હિરેન વિઠ્ઠલ અલગોતરે એક્સપ્લોઝિવનો માલ લેવા માટે માણાવદર મોકલ્યો હતો. માણાવદર પહોંચ્યા બાદ મિતુલ નામના વેપારીએ તેને આ સામગ્રી ભરી આપી હોવાનો ખુલાસો થયો છે. આ માહિતી સામે આવ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે હિરા ઉર્ફે હિરેન અલગોતર અને માણાવદરના મિતુલ નામના શખ્સને તપાસના ઘેરામાં લીધા છે. બંનેની ભૂમિકા અંગે વધુ વિગતો મેળવવા માટે તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ જથ્થો ક્યાંથી મેળવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિ કે ગેંગ સંકળાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
પોલીસના પ્રાથમિક તારણ મુજબ, જીલેટીન સ્ટીક અને અન્ય બ્લાસ્ટિંગ સામગ્રીનો ઉપયોગ સામાન્ય રીતે ખાણકામ, પથ્થર તોડવા તેમજ કૂવા ગાળવા જેવા કામોમાં કરવામાં આવે છે. ખાસ કરીને સુરેન્દ્રનગર સહિતના પંથકોમાં ખાણકામ સાથે સંકળાયેલા તત્વો દ્વારા આવી સામગ્રીનો ઉપયોગ થતો હોવાની માહિતી પોલીસને મળી છે. વિસ્ફોટક સામગ્રીનું ગેરકાયદેસર સંગ્રહ, પરિવહન કે ઉપયોગ ગંભીર જોખમ ઊભું કરી શકે છે. આવી સામગ્રીના બેફામ ઉપયોગથી માનવજીવન ઉપરાંત આસપાસની મિલકતને પણ નુકસાન થવાની સંભાવના રહે છે. આથી ક્રાઈમ બ્રાન્ચે જથ્થો ક્યાંથી આવ્યો અને તેની પાછળ કયા તત્વો સક્રિય છે તે શોધવા તપાસ તેજ કરી છે.
મોટા નેટવર્ક સુધી પહોંચવા તપાસનો ધમધમાટ
એક બોલેરોમાં છુપાવીને લઈ જવાતો 1500 કિલો જીલેટીનનો જથ્થો ઝડપાતા સમગ્ર મામલો માત્ર એક વાહનચાલક સુધી સીમિત ન હોવાનું પોલીસ માની રહી છે. માણાવદરથી માલ ભરાવવાથી લઈને થાનગઢ સુધી પહોંચાડવાની કામગીરીમાં સંકળાયેલા લોકોની કડી જોડવામાં આવી રહી છે. સપ્લાયર અને રીસીવરની ધરપકડ થયા બાદ આ ગેરકાયદે એક્સપ્લોઝિવ નેટવર્ક અંગે વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા છે. હાલમાં ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયેલા દોલા મીર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

You Might Also Like

જૈન સોશ્યલ ગ્રુપ અને સંગીની એલીટ દ્વારા રવિવારે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

સોમનથમાં શ્રાવણમાં ભક્તિ, ભજન અને ભોજનનો થશે ત્રિવેણી સંગમ

વિરપુરમાં રૂ.15.01 લાખની છેતરપિંડીના ગુનામાં સુરતના આરોપીની ધરપકડ

જેતપુર પાલિકામાં મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખની ખુરશી પર બેસી પતિદેવો દ્વારા વહિવટ

ઉપલેટામાં ફરી લેટર બોમ્બ, નગરપાલિકાના કામો-કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ખાનગી શિક્ષણના પ્રશ્નોના નિરાકરણ માટે સંગઠન જ એકમાત્ર શક્તિ સંચાલકોનો સૂર
ગુજરાત

ખાનગી શિક્ષણના પ્રશ્નોના નિરાકરણ માટે સંગઠન જ એકમાત્ર શક્તિ સંચાલકોનો સૂર

Editor By Editor 3 days ago
કહેવાતા ગૌ રક્ષક ભાવિન પટેલના વાયરલ વીડિયોથી મચ્યો ખળભળાટ
વઢવાણના નગરા ગામની નદીમાં ડૂબતા ચારના મોત
કાયમી સફાઈ કામદારોના વારસદારોની ભરતી પ્રક્રિયામાં RMCમાં ચાલતું કૌભાંડ
CBSE દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર છાત્રો માટે ગુણોના વેરીફીકેશનની માર્ગદર્શિકા જાહેર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?