- પોતાની જરૂરિયાત અનુસાર બદલે છે ટ્રેનિંગ
- જંક ફૂડ અને ફાસ્ટ ફૂડથી હંમેશા દૂર રહે છે
- ડાયટમાં હાઈ પ્રોટીન, લો કાર્બ ફૂડ સામેલ હોય છે
બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 9.5 ઓવરમાં 5.79 ની ઈકોનોમી રેટથી 57 આપીને 7 વિકેટ ઝડપી હતી. શમીની આ સર્વશ્રેષ્ઠ બોલિંગનો શ્રેય તેમની ટ્રેનિંગ અને ફિટનેસને જાય છે. તો થોડા સમય પહેલા શમીનું વજન પણ વધી ગયું હતું અને તે ઈજાગ્રસ્ત પણ થયા હતા. આ પછી તેઓએ ઘણું સારું કમબેક કર્યું છે. શમીએ પોતાની ફિટનેસ જાળવી રાખવા માટે ઘણી મહેનત કરી છે.
જરૂર પ્રમાણે બદલી ટ્રેનિંગ
શમીની વાત કરીએ તો તે શરૂઆતથી જ દેશી કસરતો કરતા આવ્યા છે અને તેમની જરૂરિયાતના અનુસાર તેઓએ ટ્રેનિંગને પણ બદલી હતી.
આવો છે ફિટનેસ પ્લાન
શમી જિમમાં વેટ ટ્રેનિંગ કરે છે અને તેનાથી સ્ટ્રેન્થ વધારવામાં ઘણી મદદ મળે છે. શમીએ એન્ડયૂરેસ વધારવા માટે કાર્ડિયો અને હાઈ ઈન્ટેન્સિટી વર્કઆઉટ પણ કર્યા છે. બોલિંગમાં શોલ્ડર અને બેક મસલ્સ વધારે યૂઝ થાય છે. આ માટે મસલ્સને યૂઝ કરવા માટે ખાસ મહેનત કરી હતી. તેઓ લેગ્સ મસલ્સને ટોન્ડ કરવા માટે લોઅર બોડી એક્સરસાઈઝ પર ધ્યાન આપે છે.
ડાયટ પર આપે છે ભાર
શમીના ડાયટની વાત કરીએ તો શમી જંક ફૂડ અને ફાસ્ટ ફૂડથી દૂર રહે છે. મળતી માહિતી અનુસાર તેઓ ઈંટરમિટેંટ ફાસ્ટિંગ કરે છે. તેમને બિરયાની ખૂબ પસંદ છે પણ તેઓએ તેને પણ છોડી દીધી છે. શમીને ગુજરાતી ભોજન પસંદ છે પરંતુ તેઓ ગળ્યું ખાવાનું અવોઈડ કરે છે. આ સિવાય તેમના ડાયટમાં હાઈ પ્રોટીન, લો કાર્બ ફૂડ સામેલ છે. સલાડ પણ તેમના ડાયટનો ખાસ ભાગ છે.
ઉલ્લેખનીય છે કે મોહમ્મદ શમીએ બુધવારે ODI વર્લ્ડકપ 2023માં તેની માત્ર છઠ્ઠી મેચ રમી છે. તેણે સેમી ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે 4 વિકેટ લઈને ફરી એકવાર કમાલ કરી બતાવી છે. તેની પાસે હજુ ચાર ઓવર બાકી છે. તેની પ્રથમ બે ઓવરમાં તેણે ટીમને પ્રથમ બે સફળતા અપાવી હતી. તે પછી જ્યારે વિલિયમસન અને મિશેલ ક્રિઝ પર હતા ત્યારે તેણે આવીને એક જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. તેણે વર્લ્ડકપમાં પોતાની 50 વિકેટ પણ પૂરી કરી હતી.


