- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે વર્લ્ડકપની ફાઈનલ
- રવિવારે બંને ટીમ આવશે આમને-સામને
- ભારતને ફાઈનલ માટે મળ્યા પનોતી અંપાયર
વર્લ્ડકપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે, પરંતુ ખિતાબી મેચમાં ટીમ ઈન્ડિયા માટે અંપાયર રિચર્ડ કેટલબોરો મોટી મુસીબત બની શકે છે. આ વર્લ્ડકપમાં રિચર્ડ કેટલબોરોના અનેક નિર્ણય વિવાદિત રહ્યા છે. આ ઉપરાંત ભારતની મોટી મેચમાં રિચર્ડ કેટલબોરો અંપાયર હોવું એ અશુભ સંકેત છે. રિચર્ડ કેટલબોરો ભારતીય ટીમ માટે અનલકી રહ્યો છે. હવે સોશિયલ મીડિયા પર ફેન્સનું કહેવું છે કે, રોહિત શર્માના નૈતૃત્વવાળી ભારતીય ટીમને ફાઈનલમાં અંપાયર રિચર્ડ કેટલબોરોથી ખતરો છે.
અંપાયર તરીકે રિચર્ડ કેટલબોરો હોવું ટીમ ઈન્ડિયા માટે અશુભ સંકેત
અંપાયર તરીકે રિચર્ડ કેટલબોરો છેલ્લી મોટી ICC નોકઆઉટ મેચોમાં ટીમ ઈન્ડિયાની હારના સાક્ષી રહ્યા હતા. T-20 વર્લ્ડકપ 2014ની ફાઇનલમાં ભારતીય ટીમ શ્રીલંકા સામે હારી ગઈ હતી, તે મેચમાં રિચર્ડ કેટલબોરો અંપાયર હતા. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ભારતીય ટીમ વર્લ્ડકપ 2015ની સેમીફાઈનલમાં હારી ગઈ હતી. જેમાં રિચર્ડ કેટલબોરોએ અંપાયરિંગ કર્યું હતું. આ પછી T-20 વર્લ્ડકપ 2016ની ફાઇનલમાં ભારતીય ટીમને વેસ્ટ ઈન્ડિઝના હાથે હાર મળી હતી. આ મેચમાં પણ રિચર્ડ કેટલબોરો અંપાયર હતા.
રિચર્ડ કેટલબોરો અને ટીમ ઈન્ડિયાની કિસ્મત
ભારતીય ટીમ અને અંપાયર તરીકે રિચર્ડ કેટલબોરોનો સિલસિલો અહીં અટક્યો નથી. ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2017માં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ ફાઈનલ મેચમાં પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. આ મેચમાં અંપાયર પણ રિચર્ડ કેટલબોરો હતા. ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપ 2019 સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પણ રિચર્ડ કેટલબોરો અંપાયર હતા. હવે રિચર્ડ કેટલબોરો ભારત-ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં અંપાયર બનશે. જે ભારતીય ફેન્સ માટે સારા સંકેત નથી.


