- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ
- અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમ આમને-સામને
- ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ માટે ટોસ થયો છે. જે ઓસ્ટ્રેલિયાએ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ ટોસ બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, અમે ટોસ જીતીને બેટિંગ જ કરવા માંગતા હતા. કારણ કે, પિચ બેટિંગ માટે સારી લાગે છે. સાથે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે, અમે પહેલા બોલિંગ કરવા માંગીએ છીએ. કારણ કે, રાતનાા સમયે ઝાકળ પડવાની સંભાવના છે.
બંને દેશની પ્લેઈંગ ઈલેવન-
ભારત- રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાઝ
ઓસ્ટ્રેલિયા- ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, સ્ટિવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિસ, પેટ કમિન્સ(કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ
પ્રથમ બેટિંગ કરીને હાર્યું હતું ઓસ્ટ્રેલિયા
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ વર્લ્ડકપમાં એક લીગ મેચ રમવામાં આવી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ભારતીય બોલર્સે ઓસ્ટ્રેલિયાને 199 રન પર ઓલઆઉટ કર્યું હતું. જે બાદ ઓસ્ટ્રેલિયાએ પણ પોતાની બોલિંગથી ભારતને શરૂઆતમાં પરેશાન કર્યું હતું. તે મેચમાં ભારતે માત્ર 2 રન પર 3 વિકેટ ગુમાવી હતી, પરંતુ તે બાદ વિરાટ કોહલી અને કેએલ રાહુલે એક શાનદાર પાર્ટનરશિપ કરીને ભારતીય ટીમને જીત અપાવી હતી.


