રાજકોટની વેડીંગ ઇન્ડસ્ટ્રી પુરબહારમાં
અગ્ર ગુજરાત,રાજકોટ
રાજકોટ હવે વેડીંગનું માર્કેટ બની ગયુ છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ અને હોટલ ,ટુરિઝમ,હોસ્પિટાલિટી સહિતના ક્ષેત્રમાં રાજકોટે કાઢુ કાઢયુ છે. રાજકોટમાં વેડીંગ ઇન્ડસ્ટ્રિ હાલ પુરબહારમાં ચાલે છે. નવેમ્બર અને ડિસેમ્બર બે મહિનાની સિઝનમાં જ રાજકોટનું વેડીંગ માર્કેટ ર૦૦ કરોડ રૂપિયાનો વેપાર કરી લેશે. બજારના સૂત્રોના જણાવ્યા મુજબ આજની તારીખે રાજકોટમાં અને આસપાસના શહેરી સિમાડાઓમાં વિસ્તરેલા ૧૧પ જેટલા પાર્ટી પ્લોટ અને પ૦ જેટલી હોટલ,રિસોર્ટ અને વેડીંગ પ્લેસ હાલમા હાઉસફુલ છે.
જો તમે બુકીંગ ન કરાવ્યુ હોય તો આગામી ડિસેમ્બર મહિના સુધી તમને કોઇ સારી હોટલ,પાર્ટી પ્લોટ,કે રિસોર્ટમાં લગ્ન પ્રસંગ માટે બુકીંગ મળવાની કોઇ શકયતા નથી. કારણ કે રાજકોટમાં માત્ર રાજકોટવાસીઓના જ લગ્ન નથી થતાં.સૌરાષ્ટ્રના આસપાસના શહેર – નગરોના ધનકુબેરો અને વિદેશથી નોન રેસિડેન્સ ગુજરાતી પણ ડેસ્ટીનેશન મેરેજ માટે લગ્ન પ્રસંગો રાખે છે.
બજારના સૂત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યા મુજબ રાજકોટના ટોપ ટેન પાર્ટી પ્લોટ અને રૂમ્સ એ.સી.હોલ સહિતની ઉતારાની સવલતો ધરાવતાં હોટલ રિસોર્ટમાં એક કે બે દિવસના લગ્ન પ્રસંગનું બજેટ પચીસ થી પચાસ લાખ સુધી થાય છે. જેમાં યજમાન અને મહેમાનોને માત્ર તેમના કપડા અને પર્સનલ કેર સિવાય કોઇ પણ બાબતનો ખર્ચ કે વ્યવસ્થા નથી કરવાની હોતી. થીમ મેરેજથી માંડી બે કે ત્રણ દિવસના પ્રસંગમાં પીન થી પિયાનો સુધીની ચિંતા મેરેજ ઓર્ગેનાઇઝર કે વેન્યુ સંચાલક કરે છે.
- તમામ પાર્ટીપ્લોટ,હોટલ રિસોર્ટસ,હોલ હાઉસ ફુલ
- ૧૧પથી વધુ પાર્ટી પ્લોટમાં પેકેજ સિસ્ટમ
- પ લાખથી પ૦ લાખ રૂપિયાના એક દિવસના પેકેજ
- એક હજારથી વધુની ક્ષમતાવાળા રિસોર્ટની બોલબાલા
- ધનકુબેરોના લગ્નમાં કરોડો રૂપિયામાં પહોંચતો ખર્ચ
- જમવાની થાળી પાંચ –પાંચ હજારની
- મધ્યમવર્ગના લગ્નમાં બજેટેડ પાર્ટી પ્લોટની માંગ
- લગ્નના કપડા ભાડે આપનારા, વિડીયોગ્રાફર, આર્ટીસ્ટનું ભારે બુકીંગ
- સર્વિસ પ્રોવાઇડરની પણ ભારે માંગ, મોં માંગ્યા નાણા મળે છે