- રખડતા ઢોરની અડફેટે એક્ટિવા ચાલકનું મોત
- ઢોરે યુવકને નીચે પટક્યો અને તેના પર ટ્રેક્ટર ફરી વળ્યું
- પોલીસે ટ્રેક્ટર ચાલકની અટકાયત કરી
રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત્ રહ્યો છે. જેમાં ફરી એકવાર રખડતાં ઢોરના કારણે સામાન્ય નાગરિકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હાલમાં થરાદ-સાંચોર હાઇવે પર રખડતા ઢોરની અડફેટે આવતાં એક્ટિવા ચાલકનું મોત થયું છે.
આ અંગેની માહિતી અનુસાર, રોહિત ઓઝા નામનો વ્યક્તિ એક્ટિવા લઇ હાઇવે પરથી પસાર થઇ રહ્યો હતો. આ દમરિયાન રખડતા ઢારે એક્ટિવા ચાલકને સિંગડે ચડાવ્યો હતો. જે પછી સિંગડે ચડાવી નીચે પટકતા પાછળથી આવી રહેલું ટ્રેકટર એક્ટિવા ચાલક પર ફરી વળ્યું હતું.
જેના બાદ ઘટનાને લઇ ઘટના સ્થળે જ એક્ટિવા ચાલક રોહિત ઓઝાનું મોત નીપજ્યું હતું. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. તેમજ સ્ટેટ હાઇવે પર લાંબા સમયથી રખડતાં ઢોરનો ત્રાસ રહ્યો હોવાની ફરિયાદો પણ સામે આવી છે. તેમ છતાં કોઈ પણ પગલાં ભરવામાં આવ્યા નથી.
આ ઘટના બનતાં જ એમ્બ્યુલન્સ પહોંચી હતી. તેમજ ઘટનાની જાણ થતાં પોલીસે ટ્રેક્ટર ચાલક અટકાયત કરી મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ વધુ માહિતી એકત્ર કરી રહ્યું છે. વારંવાર રખડતાં ઢોરના કારણે લોકોનો ભોગ બની રહ્યો છે તેની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.


