-
વર્લ્ડકપ 2023 ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવ્યું
-
રિવરફ્રન્ટ પર પેટ કમિન્સે વર્લ્ડકપ ટ્રોફી સાથે ફોટો શૂટ કરાવ્યું
-
ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટને ગુજરાતી નાસ્તો ખમણ-ઢોકળાં ખાધા
ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ટ્રોફી જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન પેટ કમિન્સ આજે વર્લ્ડકપ ટ્રોફી સાથે ફોટો શૂટ કરાવવા માટે સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ ફૂટ ઓવરબ્રિજ ખાતે પહોંચ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ પર રિવર ક્રૂઝની તેણે મુલાકાત લીધી હતી. રિવર ક્રૂઝમાં તેણે એક કલાક સમયગાળો હતો. રિવર ક્રૂઝની પરથી સાબરમતી નદી અને અટલ ફૂટ ઓવરબ્રિજના નજારો જોતા જ બોલી ઉઠ્યા હતા કે વન્ડરફૂલ પ્લેસ. આ સાથે વર્લ્ડકપની ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટને ગુજરાતી નાસ્તો ખમણ-ઢોકળાં ખાધા હતા. ઉલ્લેખનીય છે કે, સિડનીમાં પણ હાર્બર બ્રિજ છે, ત્યારે અટલ બ્રિજ જોતા જ પેટ કમિન્સને સીડનીની યાદ આવી ગઇ હતી.
રિવરફ્રન્ટ પર ઉજવણી
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ પોતાની ટીમ સાથે રિવરફ્રન્ટની મુલાકાતે પહોંચ્યા હતા. આ સાથે તેઓએ રિવરફ્રન્ટ ક્રુઝમાં ટ્રોફી સાથે ફોટો શૂટ કરાવ્યું હતું. પેટ કમિન્સ અટલ બ્રિજની પણ મુલાકાત લીધી હતી. આ સાથે ટીમના કેપ્ટને ગુજરાતી વાનગીઓનો ટેસ્ટ પણ માણ્યો હતો. જેમાં ખમણ અને ઢોકળા પણ સામેલ હતા. ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટનને ગુજરાતી નાસ્તો ખમણ અને ઢોકળા ખાધા હતા. કેપ્ટને ખમણ અને ઢોકળા હાથમાં લઈ અને તેઓએ ‘નાઈસ ટેસ્ટ’ તેવું કહ્યું હતું. આ સિવાય મળી રહેલી માહિતિ અનુસાર ટીમ બપોરનું ભોજન સાણંદ હાઈવે પર કલ્હાર બ્લુસ એન્ડ ગ્રીન્સ ગોલ્ફ ક્લબમાં લેશે.
ભારતનો કારમો પરાજય
વર્લ્ડકપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું છે. આ રીતે ભારતીય ટીમનું ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ઓપનર ટ્રેવિસ હેડ ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો રહ્યો હતો. વાસ્તવમાં, એક સમયે ઓસ્ટ્રેલિયાના ત્રણ બેટ્સમેન 48 રન પર પેવેલિયન પરત ફર્યા હતા, પરંતુ ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેને ટીમ ઈન્ડિયાને કોઈ તક આપી ન હતી. ટ્રેવિસ હેડ 120 બોલમાં 137 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 15 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. જ્યારે માર્નસ લાબુશેને 110 બોલમાં 58 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેન વચ્ચે 192 રનની ભાગીદારી થઈ હતી.


