- ગંભીર અને સેહવાગે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા
- તમે એક ચેમ્પિયન ટીમ છો અને તમારું માથું ઊંચું રાખો છોકરાવ
- વર્લ્ડકપ જીતવા પર ઓસ્ટ્રેલિયાને ખૂબ ખૂબ અભિનંદન:સહેવાગ
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીર અને વીરેન્દ્ર સેહવાગે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું છે કે તમે એક ચેમ્પિયન ટીમ છો અને તમે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન કરેલા પ્રયાસોથી તમારું માથું ઉંચુ રાખી શકો છો. વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે હરાવ્યું હતું. આ પછી ટીમ ઈન્ડિયાનું 12 વર્ષ બાદ ODI વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટી ગયું હતું. ભારતીય ટીમ ફાઇનલમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી ન હતી અને મેચ હારી ગઈ હતી. હાર બાદ ભારતીય ખેલાડીઓના ચહેરા પર નિરાશા જોવા મળી હતી. ખેલાડીઓ અત્યંત નિરાશ જોવા મળ્યા હતા.
ભારતનો કારમો પરાજય
ભારતના 241 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 વિકેટે 241 રન બનાવીને જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે 137 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનો દરજ્જો હાંસલ કર્યો છે. ભારતની 2011 વર્લ્ડ ચેમ્પિયન ટીમના સભ્યો ગૌતમ ગંભીર અને વીરેન્દ્ર સેહવાગે ભારતીય ટીમને ચીયર કરી હતી. હાર બાદ પૂર્વ ક્રિકેટર અને સાંસદ ગૌતમ ગંભીરે ‘X’ (અગાઉ ટ્વિટર) પર લખ્યું હતું કે, ‘જેમ મેં કહ્યું છે કે આપણે ચેમ્પિયન ટીમ છીએ. તો છોકરાઓ તમારું માથું ઊંચું રાખો… ઓસ્ટ્રેલિયાને અભિનંદન!’ રોહિત શર્માની કે
ગંભીરે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા
વિરેન્દ્ર સેહવાગે કહ્યું, ‘વર્લ્ડકપ જીતવા પર ઓસ્ટ્રેલિયાને ખૂબ ખૂબ અભિનંદન. ફાઈનલના દિવસે તેઓ શ્રેષ્ઠ ટીમ હતા. ટ્રેવિસ હેડ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલમાં મેન ઓફ ધ મેચ રહ્યો જે એકદમ અકલ્પનીય હતો. ઓસ્ટ્રેલિયા માટે સેમિફાઇનલ જીતી અને વર્લ્ડ કપ ફાઇનલમાં અત્યાર સુધીની શ્રેષ્ઠ ઇનિંગ રમી અને મેચ પૂરી કરી. ઈજાના કારણે વર્લ્ડ કપના પ્રારંભિક ભાગમાં તે ચૂકી ગયો હોવા છતાં તેને ટીમમાં રાખવાનો ઓસ્ટ્રેલિયાનો નિર્ણય એક શાનદાર નિર્ણય હતો. આપણી ટીમનાં છોકરાઓએ આખી ટુર્નામેન્ટમાં જે પ્રયત્નો કર્યા તેના માટે આપણે માથું ઊંચું રાખી શકીએ છીએ. તેણે સમગ્ર વિશ્વ કપ દરમિયાન અમને ઘણી ખુશીની ક્ષણો આપી પરંતુ દુર્ભાગ્યવશ તે ફાઇનલમાં વિજયની રેખા પાર કરી શક્યો નહીં.


