- વર્લ્ડકપ બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે T-20 સીરિઝ
- સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાની સ્ક્વોડ એનાઉન્સ કરી દીધું
- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં ભારતીય ટીમમાં જોવા મળશે ફેરફાર
વર્લ્ડ કપ 2023ના રોજ પૂર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે T-20 મેચની સીરિઝ રમશે. બંને ટીમો વચ્ચે 5 T-20 મેચ રમાશે, પરંતુ આ સીરિઝમાં ભારતીય ટીમના લગભગ તમામ મોટા ખેલાડીઓને બ્રેક આપવામાં આવશે. આ ઉપરાંત ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ પણ બ્રેક પર રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામેની T-20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની કરશે, નિયમિત કપ્તાન રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત ટીમના કેટલાક સીનિયર ખેલાડી રેસ્ટ કરી શકે છે. તેવામાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ યુવા ખેલાડીઓની સ્ક્વોડ એનાઉન્સ કરી શકાય છે.
ભારતીય સ્ક્વોડમાં યશસ્વી જાયસવાલ, રિંકૂ સિંહ, તિલક વર્મા અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી શાનદાર પ્રદર્શન કરનારા રિયાન પરાગ જેવા બેટ્સમેનોને મોકો મળી શકે છે. ત્યારે, સંજૂ સેમસનની વિકેટકીપર તરીકે વાપસી થઈ શકે છે અને જિતેશ શર્મા બેકઅપ વિકેટકીપર થઈ શકે છે. ત્યારે, બોલિંગમાં મુકેશ કુમાર, અર્શદીપ સિંહ અને રવિ બિશ્નોઈ જેવા બોલર્સ સામેલ થઈ શકે છે.
ભારત-ઓસ્ટ્રેલિયા T20 સીરિઝનું શિડ્યૂલ શું છે?
- પ્રથમ મેચ- 23 નવેમ્બર, ગુરુવાર, રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ
- બીજી મેચ- 26 નવેમ્બર, રવિવાર, ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ
- ત્રીજી મેચ- 28 નવેમ્બર, મંગળવાર, બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી
- ચોથી મેચ- 01 ડિસેમ્બર, વિદર્ભ ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ, નાગપુર
- પાંચમી મેચ- 03 ડિસેમ્બર, રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ
T20 સીરીઝ માટે આ ખેલાડીઓને મળશે તક
ઓસ્ટ્રેલિયા: મેથ્યુ વેડ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, ટિમ ડેવિડ, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, સીન એબોટ, જોશ ઈંગ્લિસ, તનવીર સંઘા, નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, સ્પેન્સર જોન્સન, એડમ ઝમ્પા.
ભારત: સૂર્યકુમાર યાદવ, રુતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન (વિકેટકીપર), રવિ બિશ્નોઈ, યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે, વૉશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), અર્શદીપ સિંહ, રિંકુ સિંહ, રિયન પરાગ, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર.


