- ઓસ્ટ્રલિયા સામે T20માં ભારતીય ટીમની 3-1થી જીત
- સૂર્યાકુમારની કેપ્ટનશીપમાં બેસ્ટ પર્ફોમન્સ રહ્યું બોલરનું
- 20 રને ઓસ્ટ્રેલિયાને માત આપી ટાઈટલ જીતી લીધુ
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે ટી20 શ્રેણી જીતી છે. રાયપુરમાં રમાયેલી ચોથી T20 મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 20 રને હરાવ્યું હતું. રિંકુ સિંહ અને જીતેશ શર્માની તોફાની બેટિંગ બાદ અક્ષર પટેલે બોલિંગમાં તબાહી મચાવી હતી. આ વિજય બાદ સૂર્યકુમારે કહ્યું કે, ટીમ જે રીતે પ્રદર્શન કરી રહી છે તે જોઈને સારું લાગે છે. રાયપુરમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે રિંકુ સિંહના 46 રન અને જીતેશની કેમિયો ઈનિંગની મદદથી 174 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 154 રન જ બનાવી શક્યું હતું. અક્ષર પટેલે ત્રણ વિકેટ ઝડપી હતી. દીપક ચહરને બે વિકેટ મળી હતી.
શું બોલ્યા યંગ કેપ્ટન
મેચ બાદ સૂર્યકુમાર યાદવે કહ્યું, ટોસ સિવાય બધુ અમારી રીતે ચાલ્યું. જીત એ ખૂબ જ રોમાંચક લાગણી છે. અમારા યુવા ખેલાડીઓ જે રીતે પ્રદર્શન કરી રહ્યા છે તે જોવું સારું છે. આજની મેચમાં, દરેક વ્યક્તિ પરિસ્થિતિને ધ્યાનમાં લીધા વિના મુક્તપણે રમ્યો અને મેં તેમને નિર્ભય બનીને તેમની રમતને આગળ વધારવા કહ્યું અને તે પછી આપણે જોઈશું કે શું થાય છે. પાંચ મેચની ટુર્નામેન્ટમાં સૂર્યાકુમારની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમે આ ટુર્નામેન્ટ 3-1થી જીતી લીધી છે. હવે ભારતીય ક્રિકેટ ટીમ સૂર્યાકુમારના નેતૃત્વનમાં સાઉથ આફ્રિકામાં ત્રણ મેચની T20 ટુર્નામેન્ટ રમવા માટે જશે. આ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે.
ચોથી મેચમાં બોલર્સનો તરખાટ
ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ચોથી મેચમાં બોલર્સનું બેસ્ટ પર્ફોમન્સ જોવા મળ્યું હતું. રિંકુસિંઘે 29 બોલમાં 46 રન ફટકાર્યા હતા. બોલિંગમાં અર્શદીપ, મુકેશ કુમાર અને દીપક ચાહરને તક આપવામાં આવી હતી. બોલર્સે બેસ્ટ પર્ફોમન્સ આપતા મેચ જીતવામાં સરળતા રહી હતી. સ્પીનર અક્ષર પટેલે પોતાનું ટેલેન્ટ દેખાડતા ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે દીપક ચાહરે બે વિકેટ ખેરવી હતી. 18મી ઓવરમાં માત્ર સાત જ રન મળ્યા હતા. ભારતીય બોલર્સની આક્રમક બોલિંગ સામે ઓસી.ના બેટ્સમેન હાંફી ગયા હતા. 107 રનમાં પાંચ વિકેટ પડી જતા હરીફ ટીમના ચહેરા પર પ્રેશર દેખાઈ રહ્યું હતું.


