By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    14 minutes ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    1 hour ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    2 hours ago
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    3 hours ago
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ભીસ્તીવાડનાં હકુભાએ સગીરા પર ગુજાર્યો બે વખત બળાત્કાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટસિટી ન્યૂઝ

ભીસ્તીવાડનાં હકુભાએ સગીરા પર ગુજાર્યો બે વખત બળાત્કાર

agragujaratnews
Last updated: 2023/12/04 at 5:46 PM
2 years ago
Share
ભીસ્તીવાડનાં હકુભાએ સગીરા પર ગુજાર્યો બે વખત બળાત્કાર
SHARE

સમાધાનના બહાને સગીરાનું અપહરણ કરી વાડીમાં લઇ જઇ માસી
અને ભાઇ સામે હકુભાએ  બળાત્કાર ગુજાર્યો : ત્રણની ધરપકડ બે ફરાર

અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરના ભીસ્તીવાડના કુખ્યાત ગુનેગાર અને અનેક વખત પોલીસ ચોપડે ચડી ચૂકેલા હકુભા સામે એક સગીરાનું અપહરણ કરી તેની પર સગીરાની સગી માસી અને ભાઇની હાજરીમાં બળાત્કાર ગુજાર્યાની પોલીસ ફરિયાદ થતાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ અંગે હકુભા તેના દિકરા મીરઝાદ અને તેના સાગ્રીતની ધરપકડ કરી છે. જયારે આ ગુનામાં મદદરૂપ થનાર હકુભાની પત્ની અને પુત્રવધુ ફરાર છે.
રાજકોટના નામચીન હકુભા ખીયાણીએ માત્ર ૧૪ વર્ષની તરૂણીને ઉપાડી જઇ ટૂંકા સમયમાં તેની ઉપર બે વખત બળાત્કાર ગુજાર્યાની ચોંકાવનારી ઘટના પોલીસમાં જાહેર થઇ છે. જેના આધારે બી ડીવીઝન પોલીસે હકુભા અને તેને આ કૃત્યમાં મદદ કરનાર તેના પરિવારના ત્રણ સભ્યો વિરુધ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આગળ ધપાવી છે. આ કેસમાં પોલીસે હકુભા ઉપરાંત તેના પુત્ર મીરઝાદની અટકાયત કરી છે.
ભોગ બનનારની માસીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તેની મોટી બહેનનો પતિ દારૃડીયો હોવાથી તેની મોટી બહેન ચાર પુત્રી અને એક પુત્ર સહિતના પરિવાર સાથે છેલ્લા ઘણા સમયથી તેની માતાના ઘરે રહે છે. તેના નાનાભાઇએ એક વર્ષ પહેલા એઝાઝ હકુભા ખીયાણીની પત્ની મીતલ પાસેથી રૃા.એક લાખ વ્યાજે લીધા હતા. જેનું સમયસર વ્યાજ પણ ચુકવતો હતો. ત્યારબાદ રકમ પરત કરી દીધી હતી. આ પછી મીતલ અને એઝાઝના છૂટાછેડા થઇ જતા હકુભાના પુત્ર મીરઝાદે સાગ્રીતો સાથે તેના ઘરે આવી રૃા.એક લાખની ઉઘરાણી શરૃ કરી હતી.
નવરાત્રી વખતે હકુભા અને તેના પુત્ર મીરઝાદ ઉપરાંત અન્યોએ તેની માતાના ઘરે આવી તેની ભાણેજની ચુંદડી ખેંચી, ધમકી આપી હતી. જેથી તેની ભાણેજે ઝેરી દવા પી લઈ ફરિયાદ નોંધાવી હતી. બે દિવસ પહેલાં હકુભા, તેની પુત્રવધૂ, સોની અને પુત્ર મીરઝાદે તેની માતાના ઘરે આવી તેની ભાણેજે કરેલ પોલીસ ફરિયાદ પાછી ખેંચવાની ધમકી આપી હતી. એટલું જ નહીં જો ફરિયાદ પાછી ન ખેંચાય તો તેની ભાણેજ ઉપર દૂષ્કર્મ ગુજારવાની ધમકી પણ આપી હતી.
શનિવારે સવારે તે તેની માતાના ઘરે હતી ત્યારે હકુભા અજાણ્યા શખ્સ સાથે ત્યાં ઘસી આવ્યો હતો, આવીને તેણે તેની ભાણેજે કરેલી ફરિયાદ બાબતે સમાધાન કરવાનું કહી, ગાળો ભાંડી, ધમકાવી, તેને અને તેની ભાણેજને બળજબરીથી કારમાં બેસાડી ધાક-ધમકી આપી, ચૂપ કરાવી ભગવતીપરા સુખસાગર સોસાયટી આગળ આવેલી એક વાડીમાં લઈ જઈ ત્યાં તેની ભાણેજને કારમાંથી ઉતારી જયારે તેને તેની અન્ય ભાણેજ અને પુત્રને કારમાં પુરી દીધા બાદ તેની ભાણેજને મારકૂટ કરી, તેની નજર સામે તેની ઈજજત
લુંટી હતી.
તેણે આ કૃત્ય નહીં કરવા ખુબજ બૂમો પાડી હતી. તેમ છતાં હકુભા માન્યો ન હતો. ત્યારબાદ હકુભાએ પુત્ર મીરઝાદને ફોન કરી ભગવતીપરામાં આવેલા પોતાના ડેલે બોલાવી લીધો હતો. તેને ચાવી લઈ ત્યાં તત્કાળ પહોંચી જવાનું કહ્યા બાદ તેમને પણ ત્યાં ડેલે લઈ ગયો હતો. તે વખતે ડેલાનું તાળું નહીં ખુલતાં હુકભાએ તાળું તોડી નાખી બધાને ડેલાની અંદર લઈ ગયો હતો. જયાં થોડીવાર બાદ હકુભાની પત્ની ખતુબેન પણ ત્યાં આવી પહોંચી હતી. જયાં હકુભાએ બધાની નજરની સામે તેની ભાણેજના શરીર સાથે અડપલા કર્યા હતા. એટલું જ નહીં તેના પુત્ર મીરઝાદે કહ્યું કે અમારા વિરૃધ્ધ ફરિયાદ કરવાનું પરિણામ જોઈ લીધું ને. જયારે એઝાઝની પત્ની સોનીએ ફરિયાદ પાછી ખેંચી લેજો નહીંતર બધાના આવા હાલ થશે તેવી ધમકી આપી હતી.
થોડા સમય બાદ હકુભાએ તેના પુત્ર, પત્ની અને પુત્રવધૂને ત્યાંથી રવાના કરી દીધા બાદ તેની ભાણેજને ડેલામાં આવેલા રૃમમા લઈ જઈ ફરીથી તેની ઈજજત લુંટી હતી. બાદમાં હકુભા તે રૃમમાં જ સુઈ ગયો હતો. ડેલામાં રહેલા અજાણ્યા માણસને ચકમો આપી તે ભાણેજ સહિતનાઓ સાથે ત્યાંથી રિક્ષામાં બેસી રવાના થઈ ગયા હતા.
ત્યારબાદ સીધા પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. તે વખતે તેની દૂષ્કર્મનો ભોગ બનેલી ભાણેજને પેટમાં દુખાવો ઉપડતા તત્કાળ તેને ૧૦૮માં લઈ જઈ સિવીલમાં સારવાર અપાવી હતી. તેને પણ મૂંઢ માર માર્યો હોવાથી સિવીલમાં પ્રાથમિક સારવાર લીધી હતી.
બી-ડિવીઝન પોલીસે હોસ્પિટલે જઈ ફરિયાદ નોંધી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આરોપી હકુભા, તેના પુત્ર મીરઝાદ અને તેના સાગ્રીતની ધરપકડ કરવામાં આવી છે. જયારે અન્ય બે આરોપીઓ સોનીબેન અને ખતુબેનની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

You Might Also Like

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

રાજકોટમાં રવિવારે સાથી 3.O કાર રેલી યોજાશે

વિઝનરી લીડર અને અદ્ભુત મેનેજમેન્ટ નિષ્ણાત ક્રાઈસ્ટ કોલેજ કેમ્પસના ડૉ. ફાધર જોમોન થોમ્માનાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ

ક્રાઇસ્ટ કોલેજ રાજકોટ ખાતે જી.એસ.બી.ટી.એમ માટે 12 દિવસની રાજ્યસ્તરીય વર્કશોપ યોજાઈ.

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
World Yoga Day: નીતા અંબાણી 60 વર્ષની ઉંમરે અદભૂત ફિટ…જાણો કેવી રીતે?
આંતરરાષ્ટ્રીય

World Yoga Day: નીતા અંબાણી 60 વર્ષની ઉંમરે અદભૂત ફિટ…જાણો કેવી રીતે?

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 1 day ago
Cricketમાં આ દિવસથી લાગુ થશે નવો નિયમ, તારીખ આવી સામે
Donald Trump અને Elon Musk વચ્ચે થયુ સીઝફાયર, જાણો બંનેએ શું કહ્યું?
WTC 2025ની વિજેતા ટીમને મળશે બમ્પર પ્રાઈસમની, ભારતીય ટીમને મળશે ઈનામી રકમ?
Ahmedabad Plane Crash દુર્ઘટના અંગે BCCI-ECBએ લીધો મોટો નિર્ણય, જાણો કારણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?