By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કાશ્મીરમાં હવે લોકસભા સાથે ચૂંટણીની તૈયારીઓ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

કાશ્મીરમાં હવે લોકસભા સાથે ચૂંટણીની તૈયારીઓ

agragujaratnews
Last updated: 2023/12/07 at 3:14 PM
2 years ago
Share
કાશ્મીરમાં હવે લોકસભા સાથે ચૂંટણીની તૈયારીઓ
SHARE

કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાંથી લડાખને અલગ કરાયું હતું. વિશાળ લડાખ પ્રદેશ નાહકનું એક રાજ્ય સાથે જોડાઈને ભોગવ્યા કરતું હતું. લડાખને અલગ કર્યા પછી બાકીનો ભાગ હતો ત્યાં ચૂંટણી કરવાની છે. તે માટેની તૈયારીઓ લાંબા સમયથી ચાલે છે, પણ તે માટે જરૂરી કેટલાક કાયદાકીય સુધારઓ કરવાના હતા. તેને લગતા બે ખરડા શિયાળુ સત્રમાં રજૂ થયા છે. જમ્મુ એન્ડ કાશ્મીર રિઝર્વેશન (અમેન્ડમેન્ટ) બીલ, 2023 અને જમ્મુ એન્ડ કાશ્મીર રિઓર્ગેનાઇઝેશન (અમેન્ડમેન્ટ) બીલ, 2023. આ બંને કાયદા દ્વારા કાશ્મીર વિધાનસભાની બેઠકોની સંખ્યામાં પણ ફેરફાર થશે અને સાથે જ પીઓકે પરનો ભારતનો અધિકાર પણ વ્યક્ત થશે. 24 બેઠકો પાકિસ્તાનના કબજાના કાશ્મીર પ્રદેશમાં ગણવામાં આવી છે અને તે રીતે જ 90 બેઠકોની વિધાનસભા બનશે.
આ ઉપરાંત અગત્યનો ફેરફાર એ પણ થયો છે કે જમ્મુ વિસ્તારમાં હવે અગાઉની 37ની જગ્યાએ 43 બેઠકો થશે, જ્યારે કાશ્મીર ખીણની બેઠકો 46 હતી તે 47 થશે. કાશ્મીર ખીણ પ્રદેશમાં વધારે બેઠકો હોવાથી જમ્મુમાં મતદારો ગમે તે રીતે મતદાન કરે, તેમના માટે સરકારમાં એક પ્રકારે હિસ્સેદારી આવતી નહોતી. હવે બંને પ્રદેશોમાં લગભગ સમાન સંખ્યામાં બેઠકો થઈ છે ત્યારે થોડું સંતુલન થશે. જોકે હજી પણ કાશ્મીર ખીણની બેઠકો ચાર વધારે છે, પરંતુ તેને પણ એક પ્રકારે રાજકીય પક્ષો માટે ચેલેન્જ ગણીને સંતુલન સાધવા માટેનું રાજકારણ કરે તે રીતે જોવું જોઈએ.
24 બેઠકો કાગળ પર ગણાશે, પણ તે ખાલી પડેલી હશે. પાકિસ્તાનના કબજામાં તે બેઠકો છે અને તેને વિધાનસભાની કુલ બેઠકોમાં ગણાવીને ભારતે દુનિયાને એ મેસેજ આપ્યો છે કે આ વિસ્તાર મૂળભૂત રીતે અમારો છે. ભાગલા વખતે પાકિસ્તાને કબીલા લોકોના નામે સૈનિકોને મોકલીને ઘણો વિસ્તાર કબજે કરી લીધો હતો. તેમાંથી કેટલોક પાછો મેળવી શકાયો, પણ મોટા ભાગનો પાકિસ્તાનના કબજામાં રહી ગયો હતો.
નવા રાજ્યની રચના પછી કેવી રીતે સીમાંકન કરવામાં આવે તે માટે લાંબી પ્રક્રિયા ચાલી. આ માટે પંચ બેસાડાયું હતું તેમની સમક્ષ વિવિધ સમુદાયો અને વિસ્થાપિત થયેલા કાશ્મીરી લોકોએ પણ રજૂઆતો કરી હતી. તેથી તેમને માટે પણ અનામત બેઠક રાખીને પ્રતિનિધિત્વ આપી શકાય તેવી માગણીઓ થઈ હતી. ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં ખરડા વિશે ચર્ચા કરતી વખતે કહ્યું કે આ રજૂઆતો પછી સીમાંકન પંચે સૌને પ્રતિનિધિત્વ મળે તે રીતે બેઠકો ગોઠવી છે તે આનંદની વાત છે. નવી રચનામાં બે બેઠકો કાશ્મીરી વિસ્થાપિતો માટે અનામત રાખવામાં આવશે. તેમાં પણ એવી જોગવાઈ કરાઈ છે કે એક બેઠક પીઓકેમાંથી વિસ્થાપિત થયેલા લોકો માટે પણ ગણાશે. પીઓકે માટે 24 બેઠકો અનામત રખાઈ છે, ક્યૂંકી વો હમારા હૈ એવું અમિત શાહે સંસદમાં કહ્યું હતું.
રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં પાંચ સભ્યોની નિયુક્તિ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. વિસ્થાપિતોને પ્રતિનિધિત્વ મળે, મહિલાઓને પ્રતિનિધિત્વ મળે તે માટે આ જોગવાઈઓ ઉપયોગી થશે. સત્તાવાર આંકડા પ્રમાણે 46,631 પરિવારો અને 1,57,967 લોકોને પોતાના જ દેશના એક પ્રદેશમાંથી વિસ્થાપિત થવું પડ્યું છે એમ જણાવીને ગૃહ પ્રધાને કહ્યું કે આ વિસ્થાપિતોને આખરે અધિકારો અને પ્રતિનિધિત્વ મળી શકશે.
કાશ્મીરમાં ઘણા અંશે શાંતિ સ્થપાઈ છે. આજે પણ પાકિસ્તાનમાંથી આતંકીઓ ઘૂસી જાય છે અને તેની સાથે અથડામણ થાય છે, પણ તે લાંબો સમય ચાલશે અને તેની સામે સતત સંઘર્ષ ચાલુ રાખવો પડશે. પરંતુ યુવાનોને ઉશ્કેરીને સતત પથ્થરમારો, બંધ, તોફાનો, દેખાવોને કારણે કાયમી મુશ્કેલી હતી તેમાં ઘણો ફેર પડ્યો છે. કાશ્મીરના સમજદાર લોકો પણ ત્રાસવાદીઓ અને ભાગલાવાદીઓથી ત્રાસેલા છે, કેમ કે તણાવ હોય ત્યારે ટુરિઝમ અટકી પડે છે. મુખ્ય આવક ટુરિઝમ પર છે ત્યારે તેને ફરીથી ચાલુ કરવા અને ચાલુ રાખવા માટે શાંતિ જરૂરી છે. તેના સારા ફળ હોટેલ અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને દેખાયા છે. બીજું સફરજનની ખેતીથી માંડીને અન્ય ઉદ્યોગો પણ શાંતિ હોય ત્યારે જ ચાલી શકે. આ બધા માટે પ્રયાસો પછી ચૂંટણી કરાવવી પણ જરૂરી છે અને તેના માટે કદાચ હવે તડામાર તૈયારીઓ થશે. મોટા ભાગે લોકસભાની સાથે જ અહીં ચૂંટણી થઈ શકશે, જો પરિસ્થિતિ આ પ્રમાણે જ શાંતિમય રહી તો.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
જૂનાગઢ

 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ

Editor By Editor 6 days ago
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?