- સિયાચીન ગ્લેશિયર પર પોસ્ટ થનાર પ્રથમ મેડિકલ ઓફિસર
- ફાતીમા વસીમને 15200 ફૂટની ઊંચાઇએ કર્યા પોસ્ટ
- ઇન્ડિયન આર્મીએ વીડિયો કર્યો જાહેર
કેપ્ટન ફાતિમા વસીમે સિયાચીન ગ્લેશિયર પર ઓપરેશનલ પોસ્ટ પર તૈનાત થનારી પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર બનીને ઈતિહાસ રચ્યો છે. સિયાચીન બેટલ સ્કૂલમાં સખત તાલીમ મેળવ્યા પછી, તેમને 15200 ફૂટની ઉંચાઈ પર સ્થિત ઓપરેશનલ પોસ્ટ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો આજે વીડિયો સામે આવ્યો છે.
પ્રથમ મહિલા મેડિકલ ઑફિસર બની ફાતિમા
કેપ્ટન ફાતિમા વસીમે સિયાચીન ગ્લેશિયર પર ઓપરેશનલ પોસ્ટ પર તૈનાત થનારી પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર બનીને ઈતિહાસ રચ્યો છે. સિયાચીન બેટલ સ્કૂલમાં સખત તાલીમ મેળવ્યા બાદ તેમને 15200 ફૂટની ઉંચાઈ પર સ્થિત ઓપરેશનલ પોસ્ટ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ કહ્યું કે કેપ્ટન ફાતિમા વસીમની 15,000 ફીટ પર પોસ્ટિંગ તેમની અદમ્ય ભાવના અને ઉચ્ચ પ્રેરણાને દર્શાવે છે.
ઇન્ડિયન આર્મીએ શેર કર્યો વીડિયો
ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેપ્ટન ફાતિમા વસીમ સાથે સંબંધિત એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં લખ્યું હતું કે સિયાચીન વોરિયર્સની કેપ્ટન ફાતિમા વસીમ સિયાચીન ગ્લેશિયર પર ઓપરેશનલ પોસ્ટ પર તૈનાત થનારી પ્રથમ મેડિકલ ઓફિસર બની છે. મહત્વનું છે કે વિશ્વનું સૌથી ઉંચુ યુદ્ધક્ષેત્ર ઉત્તર ભારતમાં આવેલ સિયાચીન ગ્લેશિયર છે. જેની ઉંચાઈ 20,062 ફૂટ છે. હવે દેશની દીકરીઓને પણ સિયાચીનમાં તૈનાત કરવામાં આવી રહી છે.
<a href="ક
” target=”_blank”>ક


