- RCBએ IPLના ઓકશન પહેલા કરી મોટી ભૂલ
- MI પાસેથી કેમરોન ગ્રીનને 17.25 કરોડમાં ટ્રેડ કર્યો
- RCB માટે મોંઘા ખેલાડીઓ ફ્લોપ સાબિત થયા
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે. તમામ ફ્રેન્ચાઈઝીઓએ પોતપોતાની વ્યૂહરચના તૈયાર કરી છે. આવી સ્થિતિમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પણ હરાજી માટે સંપૂર્ણપણે તૈયાર છે. જોકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPLની સૌથી મજબૂત ટીમોમાંથી એક માનવામાં આવે છે. પરંતુ આજ સુધી આ ટીમ IPLનું એક પણ ટાઇટલ જીતી શકી નથી.
ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે RCB હરાજી દરમિયાન કેટલાક ખેલાડીઓનું મૂલ્યાંકન કરવામાં ભૂલો કરે છે. જે પછી, મોટી કિંમતે ખરીદવામાં આવ્યા પછી પણ, આ ખેલાડીઓ RCB માટે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. અમે તમને એવા જ કેટલાક ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમને RCBએ સારી કિંમતે ખરીદ્યા પરંતુ આ ખેલાડીઓ ફ્લોપ સાબિત થયા હતા. આ વખતે પણ RCBએ મુંબઈ ઈન્ડિયનસ પાસેથી કેમરોન ગ્રીનને 17.25 કરોડમાં ટ્રેડ કર્યો છે.
1. કાયલ જેમીસન (ન્યુઝીલેન્ડ)
આ યાદીમાં પહેલું નામ કાયલ જેમિસનનું છે. 2021ની IPL ઓક્શનમાં RCBએ ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર કાયલ જેમિસનને 15 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કાયલ જેમિસન હરાજી પહેલા શાનદાર ફોર્મમાં હતો, પરંતુ આઈપીએલ 2021માં તેનું પ્રદર્શન એટલું ખાસ નહોતું. આ સિઝનમાં કાઇલે 9 મેચમાં માત્ર 9 વિકેટ લીધી હતી. આવી સ્થિતિમાં, આ સિઝન માટે કાયલ જેમીસનને ખરીદવો RCB માટે ખૂબ મોંઘો સાબિત થયો હતો.
2. ટાઇમલ મિલ્સ (ઇંગ્લેન્ડ)
આ યાદીમાં બીજું નામ ઈંગ્લેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર ટાઈમલ મિલ્સનું છે. 2017ની IPL ઓક્શનમાં RCBએ આ ખેલાડીને 12 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ટાઇમલ મિલ્સે IPL 2017માં RCB માટે માત્ર 5 મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન તે દરેક મેચમાં ઘણો મોંઘો સાબિત થયો હતો. મિલ્સ 5 મેચમાં માત્ર 5 વિકેટ લઈ શક્યો હતો. જે બાદ RCBએ આ ખેલાડીને બહાર કરી દીધો હતો. 2017ની હરાજીમાં આ ખેલાડીને ખરીદવો RCBની સૌથી મોટી ભૂલ માનવામાં આવે છે.
3. સૌરભ તિવારી (ભારત)
2011 IPL ઓક્શનમાં RCBએ સૌરભ તિવારીને 7.36 કરોડ રૂપિયાની કિંમતે ખરીદ્યો હતો. પરંતુ આ સિઝનમાં તેનું બેટ સંપૂર્ણપણે શાંત રહ્યું અને તેના બેટમાંથી એક પણ શાનદાર ઇનિંગ જોવા મળી નથી. 2010ની આઈપીએલ સિઝન સૌરભ તિવારી માટે શાનદાર રહી હતી. જેના કારણે RCBએ તેને આગામી સિઝન માટે આટલી મોટી કિંમતે ખરીદ્યો હતો.
4. ક્રિસ વોક્સ (ઇંગ્લેન્ડ)
2018ની IPL ઓક્શનમાં RCBએ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ વોક્સ પર ઘણા પૈસા ખર્ચ્યા હતા. આ ખેલાડીને RCBએ 7.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ આ સિઝનમાં તેનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. વોક્સે આ સિઝનમાં 5 મેચ રમી હતી જેમાં તેણે 8 વિકેટ ઝડપી હતી. આ સિવાય ક્રિસ વોક્સ પણ બેટિંગમાં વધુ કંઈ કરી શક્યો નહોતો.


