- સુરતમાં બિલ્ડર સંજય સુરાના ત્યાં ITના દરોડા
- ITના દરોડામાં વધુ 2 કરોડની રોકડ મળી આવી
- રાકેશ કંસલ ગ્રુપના ત્યાં પણ ITના દરોડા
સુરતમાં બિલ્ડર સંજય સુરાના તથા રાકેશ કંસલ ગ્રુપના ત્યાં પણ ITના દરોડા પડ્યા છે. દરોડા દરમિયાન 17 બેન્ક લોકર સીઝ કરાયા છે. તેમજ ITના દરોડામાં વધુ રૂપિયા 2 કરોડની રોકડ મળી આવી છે. રહેઠાણ સ્થળે સંતાડવામાં આવેલા દસ્તાવેજ કબ્જે કરવામાં આવ્યા છે.
IT વિભાગ દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરી
IT વિભાગ દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરી છે. જેમાં શનિવારે પણ 4 કરોડની રોકડ રકમ મળી હતી. બિલ્ડર અને કંસલ ગ્રુપના કર્મચારીઓની પૂછપરછ થઇ રહી છે. રાકેશ કંસલ ગ્રુપના ત્યાં પણ દરોડામાં 17 બેંક લોકર સિઝ કરાયા છે. તેમજ આવક વેરાને વધુ રૂપિયા 2 કરોડ રોકડા મળ્યા છે. તેમજ આવકવેરા વિભાગ દ્વારા પૂછપરછ પણ કરાઈ રહી છે. સુરાના બિલ્ડર અને કંસલ ગ્રુપના આજે દસ્તાવેજોની ચકાસણી કરાશે. કેટલાક દસ્તાવેજો કર્મચારીઓના રહેઠાણ સ્થળે સંતાડવામાં આવ્યા હતા.
અધિકારીઓ બિલ્ડરના ઘરે અચાનક ઘુસી જતા બિલ્ડર પણ ચોંક્યા
લાંબા સમય બાદ આવકવેરા વિભાગ સુરત શહેરમાં સક્રિય થયું છે. ત્યારે આવકવેરા વિભાગની ડીરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓ દ્વારા સુરત શહેરના મોટા ગજાના બિલ્ડર ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેને લઈને ઉદ્યોગપતિ જૂથમાં ફફડાટ મચ્યો હતો. DDIની ટીમે સુરતમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જે અંતર્ગત સુરતના જાણિતા બિલ્ડર સંજય સુરાના ગ્રુપ, રિંગ રોડના યાર્ન મર્ચન્ટ સહિત જમીનના ધંધા સાથે જોડાયેલા ચાર ગ્રુપો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ તમામ ધંધાર્થીઓના 12થી વધારે સ્થળો પર આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી. આઈટી વિભાગના અધિકારીઓ બિલ્ડરના ઘરે અચાનક ઘુસી જતા બિલ્ડર પણ ચોંક્યા હતા.


