- વડોદરામાં હર્ષ સંઘવીએ એક મહિનાનો પગાર કર્યો ડોનેટ
- નિરાધાર બાળકોના શિક્ષણ, ઉજવળ ભવિષ્ય માટે ડોનેશન
- કલેકટર અતુલ ગોરની પહેલને ગૃહ મંત્રીએ બિરદાવી હતી
ગૃહ રાજ્ય મંત્રી નિરાધાર બાળકોની વ્હારે આવ્યા છે. જેમાં વડોદરામાં હર્ષ સંઘવીએ એક મહિનાનો પગાર ડોનેટ કર્યો છે. નિરાધાર બાળકોના શિક્ષણ, ઉજવળ ભવિષ્ય માટે ડોનેશન આપ્યું છે. કલેકટર અતુલ ગોરની પહેલને ગૃહ મંત્રીએ બિરદાવી હતી.
કલેકટરની પહેલને ગૃહ મંત્રીએ બિરદાવી
વડોદરામાં નિરાધાર બાળકોના ઉત્કર્ષ હેતુ માટે કલેકટર અતુલ ગોર દ્વારા સયાજીનગર ગૃહ ખાતે ડોનેશન સ્વીકારવા માટે ” રોકિંગ નાઈટ ઓસમાન મીર ” કાર્યક્રમ યોજાયો હતો. તેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમનો એક મહિનાનો પગાર ડોનેટ કર્યો હતો. બાળ ગોકુલમ ખાતેના નિરાધાર બાળકોના શિક્ષણથી માંડીને તેમના ભવિષ્ય ઉજવળ બનાવવા માટે ગૃહ મંત્રીએ પણ ડોનેશન કર્યું હતું. નિરાધાર બાળકોના ઉત્કર્ષ હેતુ માટે કલેકટરની પહેલને ગૃહ મંત્રીએ બિરદાવી હતી.
બાળકો સાથે તેઓએ ગરબા પણ રમ્યા હતા
અગાઉ હર્ષ સંઘવી સ્પેશ્યલ ચાઈલ્ડ માટે કાર્યરત સંસ્થા નિર્મિત ડે કેર એન્ડ હોસ્ટેલ પહોંચ્યા હતા. હર્ષ સંઘવી પરિવાર સાથે પહોચ્યા હતા અને દિવાળી માટે દીવડા બનાવી રહેલા સ્પેશિયલ બાળકો સાથે દીવાને રંગ પણ કર્યા હતા. એટલું જ નહીં તેઓએ જણાવ્યું હતું કે આ સ્પેશિયલ ચિલ્ડ્રન માટે પોતે તેમના બ્રાન્ડ એમ્બેસેડર છે અને દિવાળી સુધી આ સ્પેશિયલ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા તમામ દિવડાને વેચવા માટે મદદ કરશે. આ બાળકો સાથે તેઓએ ગરબા પણ રમ્યા હતા અને ભાવુક પણ થઈ ગયા હતા.


