- બપોરે 2થી સાંજે 5 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન સ્થગિત રહેશે
- વસ્ત્રાલ ગામથી થલતેજ તરફ જતી મેટ્રો ટ્રેનને અસર
- APMC થી મોટેરા સ્ટેડિયમની સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે
અમદાવાદ મેટ્રો રેલના સમયમાં ફરી એકવાર ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં મેટ્રો ટ્રેનની સેવા પ્રભાવિત થઈ છે. અમદાવાદ મેટ્રો ટ્રેન સેવાઓ 13 ડિસેમ્બરના બપોરે 2.00 કલાકથી સાંજે 5.00 કલાક દરમિયાન સ્થગિત કરવામાં આવી છે. જેમાં વસ્ત્રાલ ગામથી થલતેજ તરફ જતી મેટ્રો ટ્રેનને અસર થશે.
આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વસ્ત્રાલ ગામથી થલતેજ તરફ જતી મેટ્રો ટ્રેનને અસર કરવામાં આવ્યો છે. મેટ્રો ટ્રેન સેવાઓ 13 ડિસેમ્બરના બપોરે 2.00 કલાકથી સાંજે 5.00 કલાક દરમિયાન સ્થગિત કરવામાં આવી છે. આવતીકાલે મેટ્રો રેલ સુરક્ષા કમિશનર નિરીક્ષણ કરશે.
જેમાં છેલ્લી મેટ્રો ટ્રેન બપોરે 1 કલાકે પ્રસ્થાન કરવામાં આવશે ત્યારે સાંજે 5 કલાકે મેટ્રો ટ્રેન સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવશે. જ્યારે નોર્થથી સાઉથ એટલે કે APMC થી મોટેરા સ્ટેડિયમની ટ્રેન સેવાઓ સમયપત્રક મુજબ ચાલુ રહેશે.


