- ધુમાડાના ગોટેગોટા ઉડ્યા
- 2 શ્રમિકોના મોત થયા હોવાની જાણકારી
- ક્રિષ્ના હોસ્પિટલે ઘાયલોને ખસેડાયા
મોરબીના બગથળા ગામમાં આવેલી Eve synthetic નામની ફેકટરીમાં આગ લાગી હતી. પ્રાથમિક તપાસ પ્રમાણે, કંપનીમાં બોઇલર ફાટતા આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.આ દુર્ઘટનામાં 2 લોકોના મોતની જાણકારી સામે આવી છે.
આ દુર્ઘટના અંગે વધુ વિગતો પ્રમાણે મોરબી જિલ્લાના બગથળા ગામે ખાનગી ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં બે શ્રમિકના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક શ્રમિક હજુ સુધી આગમાં ફસાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે, બગથળા ગામમાં આવેલી Eve synthetic નામની ફેકટરીમાં આગ લાગી હતી. પ્રાથમિક તપાસ પ્રમાણે, કંપનીમાં બોઇલર ફાટતા આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયરવિભાગને કરવામાં આવી હતી. તેને પગલે ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આ ઘટના દુર્ઘટનાને કારણે કિલોમીટરો સુધી ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા.
બગથળા ગામ નજીક આવેલ ઈવા સિન્થેટીક નામના કારખાનામાં સાંજે 5 વાગ્યાના અરસામાં આગ લાગી હતી સાંજે બોઈલર રીપેરીંગ કામગીરી કરાતી હોય ત્યારે બોઈલર બ્લાસ્ટ થયું હતું અને બોઈલર ફાટતા આગ ફાટી નીકળી હતી જે જે બનાવને પગલે મોરબી ફાયરની ૩ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા માટે કામગીરી કરવામાં આવી હતી બોઈલર ફાટ્યું ત્યારે કારખાનામાં પાર્ટનર સહિતના ત્રણ વ્યક્તિઓ હાજર હતા. બોઈલર ફાટતા તેમજ આગ લાગવાને પગલે કારખાનામાં હાજર પાર્ટનર અને ટેકનીશીયન વિપુલભાઈ ઠાકરશીભાઈ ધોરી (ઉ.વ.40) રહે આલાપ રોડ પટેલનગર મોરબી તેમજ હિતેશભાઈ મનસુખભાઈ ડેડકીયા (ઉ.વ.37) એમ બે વ્યક્તિના કરુણ મોત થયા હતા તો ફેકટરીના સુપરવાઈઝર નીતિનભાઈ અમૃતભાઈ ધામેચા (ઉ.વ.૫૦) રહે માધવ દર્શન એપાર્ટમેન્ટ રવાપર રેસીડેન્સી મોરબી વાળાને ગંભીર ઈજા પહોંચતા મોરબી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
મોરબી નજીકના બગથળા ગામ પાસે આવેલ ઈવા સિન્થેટિક નામના કારખાનામાં બોઇલર બ્લાસ્ટ થવાની ઘટના બની હતી અને ત્યારે ત્યાં ઘટના સ્થળે હાજર રહેલ કારખાનાના મેનેજર, ટેક્નિશિયન અને સૂપર વાઇઝર સહિત કુલ ત્રણ વ્યક્તિઓ ત્યાં ફસાયા હોવાની માહિતી સામે આવી હતી. જેથી આ અંગે તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં કુલ બે શ્રમિકના મોત નીપજ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હજુ પણ એક વ્યક્તિ આ આગમાં ફસાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.


