- 13 ડિસેમ્બરે MP-છત્તીસગઢમાં શપથગ્રહણ સમારોહ
- PM મોદી શપથ ગ્રહણ સમારોહમાં આપશે હાજરી
- પહેલા પીએમ મોદી મધ્યપ્રદેશ પહોંચશે
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રી પદ માટેના નામોની જાહેરાત બાદ હવે શપથ ગ્રહણ કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. pm નરેન્દ્ર મોદી આ બંને રાજ્યોના શપથ ગ્રહણ કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદી સૌથી પહેલા સવારે 11.30 વાગે મધ્યપ્રદેશ પહોંચશે, જ્યાં મોહન યાદવ સીએમ તરીકે શપથ લેશે. આ પછી પીએમ મોદી સાંજે 4 વાગ્યે છત્તીસગઢ પહોંચશે, જ્યાં વિષ્ણુ દેવ સાય સીએમ તરીકે શપથ લેશે.
મંગળવારે મધ્યપ્રદેશના સીએમ થયા જાહેર
મહત્વનું છે કે સોમવારે બીજેપી ધારાસભ્ય દળની બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષકોની હાજરીમાં મોહન સભ્ય યાદવને તેના નેતા તરીકે ચૂંટ્યા હતા. જેનાથી તેમને આગામી મુખ્ય પ્રધાન તરીકે ચાર્જ લેવાનો માર્ગ મોકળો થયો. 17 નવેમ્બરે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 230 સભ્યોની વિધાનસભામાં 163 બેઠકો જીતીને ભાજપે મધ્યપ્રદેશમાં સત્તા જાળવી રાખી હતી, જ્યારે કોંગ્રેસ 66 બેઠકો સાથે બીજા ક્રમે રહી હતી. મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટી (BJP) ધારાસભ્ય દળના નેતા મોહન યાદવને રાજ્યમાં સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું અને તેમને આગામી મુખ્ય પ્રધાન તરીકે તેમની નિમણૂક અંગેનો પત્ર આપ્યો હતો.તો બીજી તરફ રવિવારે છત્તીસગઢના સીએમ તરીકે વિષ્ણુદેવ સાયના નામની જાહેરાત થઇ હતી. ભાજપના 54 નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક દરમિયાન ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા
કોણ કોણ રહેશે હાજર ?
પીએમ નરેન્દ્ર મોદીની હાજરીમાં છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાય અને મંત્રીમંડળના સભ્યો 13 ડિસેમ્બર, બુધવારે શપથ લેશે. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી. અધિકારીઓએ જણાવ્યું કે રાજધાની રાયપુરમાં સાયન્સ કોલેજ મેદાનમાં બુધવારે બપોરે 2 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાશે.પીએમ મોદીની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, છત્તીસગઢના રાજ્ય પ્રભારી ઓમ માથુર, સહ પ્રભારી નીતિન નબીન સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. તો બીજી તરફ રવિવારે છત્તીસગઢના સીએમ તરીકે વિષ્ણુદેવ સાયના નામની જાહેરાત થઇ હતી. ભાજપના 54 નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક દરમિયાન ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા.


