- પાકિસ્તાને કાશ્મીર મુદ્દે ફરી એકવાર ભારત વિરૂદ્ધ ઝેર આક્યું
- ભારતીય સુપ્રીમ કોર્ટનો નિર્ણય UNSCના ઠરાવોનું ઘોર ઉલ્લંઘન :ઈમરાન ખાન
- તેમની પાર્ટી કાશ્મીરી લોકોને સંપૂર્ણ રાજદ્વારી, નૈતિક અને રાજકીય સમર્થન આપશે
પાકિસ્તાને કાશ્મીર મુદ્દે ફરી એકવાર ભારત વિરૂદ્ધ ઝેર આક્યું છે. જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે કલમ 370 નાબૂદ કરવાના ભારતીય સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે કાશ્મીર મુદ્દો વધુ જટિલ બનશે. તમને જણાવી દઈએ કે, સોમવારે સુપ્રીમ કોર્ટે સર્વસંમતિથી જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના ઓગસ્ટ 2019ના નિર્ણયને સમર્થન આપ્યું હતું.
હકીકતમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ઈમરાન ખાને એક સંદેશમાં કહ્યું હતું કે ભારતીય સુપ્રીમ કોર્ટનો નિર્ણય UNSCના ઠરાવોનું ઘોર ઉલ્લંઘન છે.
નિર્ણયથી કાશ્મીર મુદ્દો જટિલ બનશેઃ ઈમરાન
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઈમરાન ખાને પોસ્ટ કરીને વચન આપતા કહ્યું હતું કે, ભારતીય સુપ્રીમ કોર્ટનો વિવાદાસ્પદ અને ગેરકાયદેસર નિર્ણય દાયકાઓથી ચાલી રહેલા સંઘર્ષને ઉકેલવામાં મદદ કરવાને બદલે કાશ્મીર મુદ્દાને વધુ જટિલ બનાવશે. તેમણે વચન આપ્યું હતું કે તેમની પાર્ટી કાશ્મીરી લોકોને સંપૂર્ણ રાજદ્વારી, નૈતિક અને રાજકીય સમર્થન આપવાનું ચાલુ રાખશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ
ઈમરાન ખાને જેમને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના આજીવન અધ્યક્ષ કહીને સંબોધન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે ભારતે 2019 માં દ્વિપક્ષીય રાજદ્વારી સંબંધોને ડાઉનગ્રેડ કરીને કાશ્મીરનો વિશેષ દરજ્જો બદલવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમની આગેવાની હેઠળની તત્કાલીન પીટીઆઈ સરકારે આકરી પ્રતિક્રિયા આપી હતી.
ભારત સાથે સારા સંબંધો
ઈમરાન ખાને કહ્યું કે તેઓ રાષ્ટ્રીય હિતોને પ્રથમ રાખીને ભારત સાથે સારા સંબંધો સ્થાપિત કરવા માંગે છે. જોકે, 5 ઓગસ્ટ 2019 પછી આ શક્ય નહોતું કારણ કે અમે કાશ્મીરી લોકોની આકાંક્ષાઓ સાથે સમાધાન કરવા માંગતા ન હતા.


