- બે ડેપ્યુટી CM પણ પદના શપથ લેશે
- વિજય શર્મા ડેપ્યુટી CM પદના શપથ લેશે
- અરૂણ સાવ ડેપ્યુટી CM પદના શપથ લેશે
આજે છત્તીસગઢમાં ભાજપની નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ શરૂ થઈ ગયો છે. છત્તીસગઢના નવા મુખ્યમંત્રી તરીકે વિષ્ણુદેવ સાયે સીએમ પદ માટેના શપથ લીધા. તો સાથે સાથે, નવા બંને ડેપ્યુટી સીએમ અને મંત્રીઓ પણ આજે શપથ લેશે. મહત્વનું છે કે શપથ ગ્રહણ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત તમામ દિગ્ગજ રાજકીય નેતાઓ પણ હાજરી આપી છે.
વિષ્ણુદેવ સાયે શપથ લીધા
છત્તીસગઢના નવા મુખ્યમંત્રી તરીકે વિષ્ણુદેવ સાયે શપથ લીધા છે. રાજ્યપાલ વિશ્વ ભૂષણ હરિચંદ્રએ તેમને શપથ લેવડાવ્યા હતા.
અરુણ સાવ બન્યા ડેપ્યુટી સીએમ
અરુણ સાવે ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા છે. વિધાનસભા ચુંટણીમાં અરુણ સાવવે લોરમી બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. અરુણ સાવ વર્ષ 2019માં લોકસભા ચૂંટણી જીતીને પહેલીવાર સાંસદ બન્યા હતા. તો, આ વખતે તેમને લોરમી વિધાનસભાથી ટિકિટ આપવામાં આવી હતી, જ્યાં સાવની શાનદાર જીત થઈ હતી.
વિજય શર્મા બન્યા બીજા ડે. સીએમ
રાજ્યના બીજા ડેપ્યુટી સીએમ તરીકે વિજય શર્માએ શપથ લીધા છે. કવર્ધાના ધારાસભ્ય વિજય શર્માને ડેપ્યુટી સીએમ બનાવ્યા બાદ શહેરમાં ફટાકડા ફૂટી રહ્યા છે. દિવાળી જેવો માહોલ સર્જાયો છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વિજય શર્માએ કોંગ્રેસના વરિષ્ઠ મંત્રી મોહમ્મદ અકબરને 40 હજાર મતોથી હરાવ્યા હતા.


