- સીમા પાર લોન્ચ પેડ પર 200થી વધુ આતંકીઓ હાજર
- આતંકીઓ ઘુસણખોરી કરવાના ફિરાકમાં હોવાની મળી માહિતી
- ગુપ્તચર એજન્સીઓ પાસેથી માહિતી મળતા BSFએ આપ્યુ એલર્ટ
પાકિસ્તાન પોતાની કાળી કરતૂતોથી ક્યારેય ઉપર નથી આવતું. ત્યારે ગુપ્તચર એજન્સીઓ દ્વારા મળતી માહિતીએ પાકિસ્તાનની એક કાળી કરતૂતનો પર્દાફાશ કર્યો છે. LOCને પાર પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર સ્થિત લૉન્ચ પેડ પર લગભગ 250 થી 300 આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી કરવાના ફિરાકમાં છે. તેવી ગુપ્તચર એજન્સીઓએ માહિતીઆપી છે.બીએસેફના એક સિનિયર અધિકારીએ કહ્યું કે શનિવારે આ જાણકારી આપી હતી. અધિકારીએ જણાવ્યું કે સેના આ જાણકારી મળતા એલર્ટ થઇ ગઇ છે. સીમા પાર ઘુસણખોરી કરવાનો પ્રયાસ નાકામ કરી દેશે.
સેના છે એલર્ટ
BSFના ઈન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં મીડિયા રિપોર્ટ આપતા જણાવ્યું હતું કે ગુપ્ત માહિતી મળી છે કે 250-300 આતંકવાદીઓ લોન્ચ પેડ પર ઘૂસણખોરી કરવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ સેના તમામ સંવેદનશીલ સ્થળો પર ચાંપતી નજર રાખી રહી છે. અમે આ મામલે એકદમ સતર્ક છીએ. તેમણે કહ્યું કે BSF અને સેનાના બહાદુર જવાનો સરહદી વિસ્તારોમાં સતર્ક છે અને ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવશે. યાદવે કહ્યું, “અમને ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ કરવામાં વિશ્વાસ છે.”


