- સરકારની યોજનાઓની માહિતી અપાઈ
- લુણાવાડા તાલુકાના ચાવડીયા ગામે યાત્રાનું સ્વાગત કરાયું હતું.
- આધુનિક રથના માધ્યમથી યોજનાકીય માહિતી અંગેની શોર્ટફ્લ્મિ નિહાળી હતી
મહીસાગર જિલ્લાના વંચિત લાભાર્થીઓના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા લુણાવાડા તાલુકાના ચાવડીયા ગામે પહોંચી હતી. પ્રાથમિક શાળા પાસે ગ્રામજનોએ સંકલ્પ યાત્રાનો ઉષ્માભેર આવકાર કરીને આધુનિક રથના માધ્યમથી યોજનાકીય માહિતી અંગેની શોર્ટફ્લ્મિ નિહાળી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ભલવેન્દ્રભાઈ યાત્રા ઇન્ચાર્જ મુળજીભાઈ રાણા, અગ્રણી અરવિંદભાઈ બારિયા, તાલુકા વિકાસ અધિકારી નિધીરાજ પટેલ ટીપીઓ મહેશભાઈ, સરપંચ, ડે.સરપંચ, ગ્રામ પંચાયત સભ્યો, સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ગ્રામજનોએ વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના સામુહિક શપથ લીધા હતા. કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના, આયુષ્માન ભારત યોજના, પૂર્ણાશક્તિ યોજના તેમજ પીએમ આવાસ યોજના, મિશન મંગલમ, સહીતની યોજનાઓના મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત યોજનાકીય લાભોથી પોતાના જીવનમાં મહેસુસ કરેલા બદલાવ અંગેના પ્રતિભાવોને ગ્રામજનો સમક્ષ વર્ણવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા ઊભા કરાયેલા વિનામુલ્યે સારવાર કેમ્પનો ગામલોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. તેમજ આંગણવાડીની બહેનોએ સ્ટોલ દ્વારા જાણકારી પુરી પાડી હતી.


