- ગોધરા ખાણખનીજ વિભાગનાં અધિકારીએ ફરિયાદ નોંધાવી
- અધિકારીઓના લોકેશન સોશિયલ મીડીયામાં વાઈરલ કરતા હતા
- ફરજમાં ગુપ્તતા નો ભંગ કરવાનો ગુન્હો નોધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી
પંચમહાલ જિલ્લામાં વિવિધ કચેરીનાં અધિકારીઓના લોકેશન ભૂમાફ્યિાઓ તેમજ અન્ય ગુના કરતા વ્યક્તિઓ દ્વારા વ્હોટસએપ ગૃપોનાં એડમીન અને મેમ્બરોને વાકેફ્ કરી અધિકારીઓની કામગીરીમાં રૂકાવટ ઊભી કરી એક બીજાની મદદગારી કરતા ખાણખનીજ વિભાગના અધિકારી દ્વારા કાલોલ પોલીસ મથકે કુલ 18 લોકો સામે કાયદેસરની ફરીયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે તમામ 18 આરોપીઓ સામે અધિકારીઓની ફરજમાં ગુપ્તતા નો ભંગ કરવાનો ગુન્હો નોધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગોધરા ખાણખનીજ વિભાગનાં અધિકારી પૃથ્વીસિંહ વિષ્ણુસિંહ ચૌહાણે કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા જેઓ પાસે નાયબ કલેકટર ઇન્ચાર્જ એસ.ડી.એમ.હાલોલ નો પણ ચાર્જ હોઈ તેઓ તા.13નાં રોજ ફરજ દરમિયાન ગોધરાથી હાલોલ તરફ્ જઈ રહ્યા હતા. ત્યારે કાલોલ નજીક એક અજાણ્યા ઈસમ દ્વારા તેઓની ગાડીની રેકી કરી જાસૂસી કરતાં હોવાની જાણ થઈ હતી. જેથી તે ઇસમની શંકાના આધારે અટકાવી તેની પૂછપરછ કરતાં તેને પોતાનું નામ નારણભાઈ વણઝારા રહે. ગોલીબાર તા.કાલોલનો હોવાનુ જણાવ્યું હતું. જેનો મોબાઇલ ફોન ચેક કરતા મોબાઈલ ફેનમાં વિવિધ વ્હોટસએપ ગ્રુપો બનાવી ગ્રુપ એડમિન તેમજ ગ્રુપના સભ્યો દ્વારા અધિકારીની રેકી તથા જાસૂસી કરી અધિકારીઓની રેકી તથા જાસૂસી કરી ખાણખનીજ માફ્યિાઓને શેર કરી તપાસથી બચાવવા લાભ આપવા તેમજ મદદ કરવા સોશિયલ મીડિયામાં નેટવર્ક ઉભુ કર્યું છે. ઝડપાયેલા ઇસમના મોબાઇલને સીઝ કરવામાં આવ્યો છે. જેણે વિવિધ ગ્રુપો બનાવ્યા હતા.18 લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કોની કોની સામે જાસૂસી કરવાનો ગુન્હો નોંધાયો
કાલોલ : પોલીસે ઝડપાયેલ ઈસમમાં 1) નારણભાઇ વણઝારા (રહે. ગોલીબાર, કાલોલ) 2) બદના અરબાઝ, મો.નં 8780226454, 3) કમલેશ ગોધરા 9978972818 અને નાનજી વણઝારા 9712970856, ગમારા લાલાભાઇ 9898119808, ઇમરાન મવલી 9898202610, સાગર 63532 02842, અને મો.નં 9106217581, મદદગાર ગૃપનો ભુરા 96878 22125 અને માઝબાબા 94273 85204, મંદન ગૃપનો 98252 38038, નાસીરખાન 76001 71764 અને બેલીમ 97277 45543, હાજી ઉમર 7990622391, સીજુભાઇ ગોધરા 78740 11512,
ઇમરાન ખડખડ 9879964109 અને લુકમાન 97123 06454 અને મનોજ વણઝારા 6351756157 સહિત 14 નામી અને ચાર અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.


