- કેવડિયા કાર્યક્રમમાં આવેલા જાણીતા અભિનેતા
- બનાવેલું ખાવું જોઈએ જંક ફૂડ થી દૂર રહેવું જોઈએ : સોમણ
- બહુ મોડા સુધી જાગવું ન જોઈએ તેમ મિલિંદ સોમણે જણાવ્યું હતું
બોલીવુડના જાણીતા અભિનેતા અને ફ્ટિનેસ માટે તેઓ દેશભરમાં જાણીતા એવા મિલિંદ સોમણે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ્ ખાતે તેઓ એક કાર્યક્રમમાં આવ્યા હતા. ત્યારે મિલિન્દ સોમણ સાથે લોકોએ સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી. પરંતુ મિલિંદ સોમને સેલ્ફી લેવા માટે એવો નિયમ બન્યા છે કે તેઓ જે પણ દસ પુસઅપ કરશે તેને તેની સાથે સેલ્ફી લેવી લેવા દેશે આવું તેને કહેતા જ અનેક લોકો સેલ્ફી લેવાથી દુર ગયા તો ઘણા પુસ અપ કરીને સેલ્ફી લીધી હતી
મિલિંદ સોમને મીડિયા સાથે વાતચીતમાં જણાવી હતું કે મારી સાથે જો કોઈએ સેલ્ફી લેવી હોઈ તો 10 પુસ અપ કરી બતાવે ત્યારે મારો મુખ્ય છે કે દરેક લોકો પોતાની હેલ્થનું ધ્યાન રાખે અને સાથે એમને કહ્યું હતું કે હેલ્થનું ધ્યાન રાખવા માટે જીમમાં જવાની જરૂર નથી અને ઘરે કસરત કરવી જોઈએ હું જીમમાં જતો નથી બધી કસરતો ઘરે કરું છું. અને યુવાનોને જે હાર્ટ એટેક આવે થાય છે જેના માટે તેમને કેવું છે કે આજે લોકોની ઘણી બેડ હેબિટ છે. લોકોને હાર્ટ એટેક બહુ આવે છે. જો હૃદયને અને શરીરને સારું રાખવું એ તો હંમેશા તાજુ બનાવેલું ખાવું જોઈએ જંક ફૂડ થી દુર રહેવું જોઈએ સાથેસાથે 15 20 મિનિટ દરરોજ કસરત સૌથી સારી કસરત સૂર્ય નમસ્કાર છે.અને બહુ મોડા સુધી જાગવું ન જોઈએ તેમ મિલિંદ સોમણે જણાવ્યું હતું


