- પતિ-પત્ની જાગી જતા તસ્કરે માથામાં હથોડો માર્યો
- સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે તપાસ હાથ ધરી
- બૂમાબૂમ કરતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા
દાહોદ શહેરની મેઘદુત સોસાયટીમાં ચોરીના ઈરાદે આવેલ ચાર અજાણ્યા તસ્કરોએ પરિવારના સદસ્યો પર હૂમલો કરી ચોરી કરી નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે.
ગતરોજ મધ રાત્રે સાત જેટલા તસ્કરો દાહોદ શહેરના ચાકલીયા રોડ સ્થિત મેઘદૂત સોસાયટીમાં ચોરીના ઇરાદે પ્રાતક્યા હતા. જેમાં ચાર જેટલા તસ્કરોએ એક મકાનની બારીના બહારથી સળીયા કાપી મકાનમાં પ્રવેશ કર્યો હતો. અને પતિ પત્નીના બેડરૂમમાં ઈ ચોરોએ ઘેરી લીધા હતા ને બંનેના પહેલા મોબાઇલ લઇ લીધા આ દરમિયાન પતિ પત્ની જાગી જતા ચાર પૈકી એક ચોરે સંકેતભાઈના માથામાં હથોડો અને પગમાં કોઈ તીક્ષણ હથિયાર માર્યો પરંતુ પતિ-પત્નીએ હિંમતભેર ચોરોનો સામનો કરી રૂમની બહાર આવી ગયા અને બૂમાબૂમ કરતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા.
આ દરમિયાન ચારે તસ્કરો સંકેત શાહના બેડરૂમમાંથી એક લેપટોપ, બે મોબાઈલ ફેન, અને 25000 રૂપિયા રોકડા દુકાનની સિલક તેમજ સોનાની ચેન લઈને ફ્રાર થઈ ગયા હતા. તસ્કરોના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા સંકેત શાહને તાબડતોડ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ જવા પામી હતી. જોકે આ ઘટનાની દાહોદ પોલીસને કરાતા એએસપી વિશાખા જૈન તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ આરામ કર્યો છે.


