- પ્રિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી
- આરોપી અશ્વજિત અને અન્ય બે વિરુદ્ધ કેસ દાખલ
- પીડિતા પ્રિયાસિંહ એર પ્રોફેશનલ બ્યૂટીશિયન
એક 26 વર્ષની મહિલાએ પોતાના પ્રેમી પર આરોપ લગાવ્યા છે કે પ્રેમીએ તેને થાણે ખાતે કહેવાતી રીતે પોતાની એસયુવીથી કચડી નાખવા પ્રયાસ કર્યો હતો અને તેને કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી. કહેવાય છે કે આરોપી મહારાષ્ટ્રના વરિષ્ઠ અધિકારીનો પુત્ર અશ્વજિત ગાયકવાડ છે. પીડિતા પ્રિયાસિંહ એર પ્રોફેશનલ બ્યૂટીશિયન છે. પ્રિયાએ સોશિયલ મીડિયા પર આ ઘટનાની હકીકત શેર કરી છે. ઘટના 11 ડિસેમ્બરના રોજ બની હતી. પોલીસે આરોપી અશ્વજિત ગાયકવાડ અને અન્ય બે વિરુદ્ધ અનેક કલમો હેઠળ કાસરવડવલી પોલીસ મથકે કેસ દાખલ કર્યો છે. એક અહેવાલ મુજબ પ્રિયાએ પોસ્ટમાં લખ્યું હતું કે,’મને ન્યાય જોઈએ. દોષિત અશ્વજિત અનિલ કુમાર ગાયકવાડ તે મહારાષ્ટ્ર સડક વિકાસ નિગમના સંયુક્ત પ્રબંધક અનિલ કુમાર ગાયકવાડનો પુત્ર છે.’ પ્રિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે ,’પ્રેમીએ મારા પર કાર ચઢાવી મને રઝળતી મૂકી દીધી.’


