- અકસ્માતમાં અન્ય એક યુવતી ઘાયલ
- નવજીવન ચાર રસ્તા પર સર્જાયો અકસ્માત
- પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે એક એક બેફામ ગાડીએ સામાન્ય વ્યક્તિનો ભોગ લીધો છે. પાટણમાં સિદ્ધપુર ચોકડી ઉપર બે યુવતીઓ રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે એક વ્યક્તિનો જીવ લીધો છે જ્યારે અન્ય યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.
આ અંગેની માહિતી અનુસાર, પાટણમાં સિદ્ધપુર ચોકડી નજીક બે યુવતીઓ રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે બેફામ આવી રહેલા ડમ્પર ચાલકે બન્નેને અડફેટે લીધી હતી. ડમ્પરે યુવતીઓને કચડી નાખી હતી. જેમાં એક યુવતીના માથા પર વ્હીલ ફરી વળતા તેનું માથું છૂંદાઇ ગયું હતું. જેના પગલે એક યુવતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ પછી અન્ય યુવતીને પણ ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. આ બન્ને યુવતીઓ મામા-ફઈની થતી હતી.ખાનપુરડા ગામની બે યુવતી ખાનગી વાહનમાંથી ઊતરી બસ પકડવા માટે નવા બસ સ્ટેન્ડ તરફ જવા નીકળી હતી.
આ બંને ખાનપુરા ગામથી બહુચરાજી નજીક એક ગામમાં લગ્નપ્રસંગમાં જવા માટે ઘરેથી નીકળી હતી. સિદ્ધપુર ચાર રસ્તા ઉપર ચા-પાણી કરી બસ પકડવા માટે બસ સ્ટેન્ડ તરફ જવા નીકળતા રસ્તો ક્રોસ કરવા જઈ રહી હતી ત્યારે અકસ્માતનો ભોગ બની હતી. બન્ને યુવતીઓ મામા-ફઈની થતી હતી. અકસ્માતમાં ખાનપુરડાની દીપિકાબેન હરગોવનભાઈ પરમાર નામની 24વર્ષની યુવતીનું મોત થયું છે. જ્યારે બાળવાની 30 વર્ષીય યુવતી સુનિતાબેન પરમારને ગંભીર ઈજા પહોંચી છે.


