- સમય અને સ્વચ્છતા બાબતે ઓચિંતા જ પહોચ્યા મંત્રી
- ઓફિસ ખુલવાના સમયે વિભાગની કચેરી બહાર જ ઉભા રહી ગયા
- ઓફિસ સમયથી વહેલા આવેલ ઓફિસ બોય સાથે મુલાકાત કરી
ગૃહ વિભાગમાં ગૃહ મંત્રીએ રેડ પાડી છે. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વિભાગની સરપ્રાઇઝ મુલાકાતે પહોચ્યા છે. તેમાં સમય અને સ્વચ્છતા બાબતે ઓચિંતા જ ગૃહ મંત્રી પહોચ્યા છે. જેમાં ઓફિસ ખુલવાના સમયે વિભાગની કચેરી બહાર જ ઉભા રહી ગયા હતા.
ઓફિસ સમયથી વહેલા આવેલ ઓફિસ બોય સાથે મુલાકાત કરી
ઓફિસ સમયથી વહેલા આવેલ ઓફિસ બોય સાથે મુલાકાત કરી હતી. તેમજ અધિકારીની ચેમ્બરમાં બેસવાના બદલે લોબીમાં જ ખુરશી લગાવી મંત્રીએ બેઠક કરી છે. અગાઉ ગુજરાત રાજ્યની તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવા ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના ગૃહ સચિવ, રાજ્યના પોલીસ વડા તેમજ ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના પોલીસ વડા તથા તમામ જેલના વડાઓ ઓનલાઈન જોડાયા હતા.

જેલમાં ચાલી રહેલા સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ
આ મહત્વપૂર્ણ બેઠકમાં આપાયેલી સૂચના બાદ જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં સંબંધિત જિલ્લાની પોલીસની ટુકડીઓ તૈયાર કરવામાં આવી અને રાજ્યભરની તમામ જેલોમાં આ ગુજરાત પોલીસની ટુકડીઓ દ્વારા બોડી વોર્ન કેમેરા સાથે સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્યની 17 જેલોમાં 1700 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આ સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સી.એમ ડેશબોર્ડ ખાતેથી સમગ્ર સરપ્રાઈઝ ચેકીંગનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ત્રિનેત્ર ખાતેથી રાજ્યની તમામ જેલમાં ચાલી રહેલા સરપ્રાઈઝ ચેકિંગનું લાઈવ મોનીટરીંગ કર્યું હતુ.


